ગુજરાત

gujarat

ફેક્ટરી અને બાંધકામ સાઈટોમાં અકસ્માતોનું ઓનલાઈન રિપોર્ટીંગ થશે

By

Published : Dec 16, 2020, 7:42 PM IST

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અધિકારીઓને કારખાનામાં અને બાંધકામ સ્થળો પર થતા પ્રાણઘાતક અને બિન પ્રાણઘાતક અકસ્માતોની રિપોર્ટિંગ સિસ્ટમ અને MIS રિપોર્ટિંગને ઓનલાઇન કરવામાં આવ્યું છે.

ફેક્ટરી અને બાંધકામ સાઈટોમાં અકસ્માતોનું ઓનલાઈન રીપોર્ટીંગ થશે
ફેક્ટરી અને બાંધકામ સાઈટોમાં અકસ્માતોનું ઓનલાઈન રીપોર્ટીંગ થશે

  • અકસ્માતનું થશે ઓનલાઈન રિપોર્ટિંગ
  • ફેકટરી અને બાંધકામ સાઇટોનું થશે રિપોર્ટિંગ
  • અમદાવાદ આ કરવામાં આવ્યો એમ.ઓ.યુ.
  • તમામ દસ્તાવેજ અને રિપોર્ટ ઓનલાઈન મુકવામાં આવશે

ગાંધીનગર : શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અધિકારીઓને કારખાનામાં અને બાંધકામ સ્થળો પર થતા પ્રાણઘાતક અને બિન પ્રાણઘાતક અકસ્માતોની રિપોર્ટિંગ સિસ્ટમ અને MIS રિપોર્ટિંગને ઓનલાઇન કરવામાં આવ્યું છે.

કોની વચ્ચે થયું એમ.ઓ.યુ

શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ઓદ્યોગિક સલામતી અને આરોગ્ય (DISH)ના નિયામક પી.એમ.શાહ અને અશોક પાંજાવાની વાઇસ પ્રેસિડન્ટ, Shroff S R Rotary Institute of Chemical Technology (SRICT) ની વચ્ચે શ્રમ અને રોજગાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનાં અધ્યક્ષપણા હેઠળ વેબ અને મોબાઇલ એપ્લિકેશન આધારિત અકસ્માત રિપોર્ટિંગ સિસ્ટમ વિકસાવવા માટે એમઓયુ(MOU) પર હસ્તાક્ષર થયા. આ સિસ્ટમ દ્વારા શ્રમ વિભાગનાં અધિકારી કારખાનાઓમાં અને બાંધકામ સાઈટ ઉપર થતાં અક્સ્માતોનાં પ્રાથમિક અહેવાલ,જરૂરી દસ્તાવેજો, વિગતવાર તપાસ અહેવાલો ઓનલાઈન અપલોડ કરી શકશે.

કેવી રીતે સિસ્ટમ કરશે કામ

વિપુલ મિત્રા અધિક મુખ્ય સચિવનાં જણાવ્યા મુજબ, "આ ઓનલાઈન સિસ્ટમ વિભાગ માટે ફાયદાકારક રહેશે. ડીશ અધિકારીઓ દ્વારા પ્રાથમિક અને વિગતવાર તપાસ અહેવાલો, વળતર અને કાનૂની કાર્યવાહી વગેરેનાં દસ્તાવેજો ઓનલાઈન સબમીટ કરવામાં આવશે. આથી, આવા અકસ્માતો પર નજર રાખવામાં આવશે અને ઉદ્યોગના કર્મચારીઓને આવા થતાં પ્રાણઘાતક અક્સ્માતો માટે તાલીમ અને માર્ગદર્શન પૂરું પડાશે. આ સિસ્ટમ દ્વારા જીવન ગુમાવનારા ગરીબ મજૂરોના સગાંઓ માટેની વળતરની પ્રક્રિયા પણ ઝડપી બનશે."

પીપીપી મોડથી કાર્યરત થશે સિસ્ટમ

અકસ્માતોની રિપોર્ટિંગ સિસ્ટમ પીપીપી મોડ દ્વારા બનાવવામાં આવશે. જે શરૂ થયાને એક મહિનાની અંદર રાજ્યનાં ડેટા સેન્ટર પર ટ્રાન્સફર કરવાની જરૂર હોય છે. ત્યારબાદ એ ગુજરાત સરકારની મિલકત હશે, જેના માટે કોઈ વધારાનો ખર્ચ થશે નહીં. “SRICT દ્વારા આ દેવા DISHને વિનામૂલ્ય મળશે, જેનાં માટે સરકારને કોઈપણ ખર્ચ થશે નહી.

ABOUT THE AUTHOR

...view details