ગુજરાત

gujarat

નાના સોલર પ્રોજેકટ માટે કુલ 5192 અરજીઓની નોંધણી થઇ

By

Published : Jan 4, 2021, 7:52 PM IST

Updated : Jan 4, 2021, 8:21 PM IST

રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પુરતી ઝડપને ધ્યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે. ત્યારે રાજ્ય સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે અનેક નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે પુનઃ પ્રાપ્ય ઊર્જામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બિનપરંપરાગત ઊર્જામાં વધારો થાય તે માટે નાના વીજ ઉત્પાદકોને વીજ ઉત્પાદનની પુરતી તકો મળે તે આશયથી રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં “સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ નીતિ” અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.

નાના સોલર પ્રોજેકટ
નાના સોલર પ્રોજેકટ

  • રાજ્ય સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે અનેક નવતર આયામો હાથ ધર્યા
  • સમગ્ર દેશમાં “સ્મોલ સ્કેલ ડ્રીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ” નીતિ અમલી કરવામાં ગુજરાત પ્રથમ
  • નાના વીજ ઉત્પાદકો માટે અનેરી તક


ગાંધીનગર : રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પુરતી ઝડપને ધ્યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે. ત્યારે રાજ્ય સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે અનેક નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે પુનઃ પ્રાપ્ય ઊર્જામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બિનપરંપરાગત ઊર્જામાં વધારો થાય તે માટે નાના વીજ ઉત્પાદકોને વીજ ઉત્પાદનની પુરતી તકો મળે તે આશયથી રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં “સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ નીતિ” અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.

નવી સોલાર નીતિમાં કોને ફાયદો

આ નીતિ રાજ્યમાં સોલાર પાર્કસમાં ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે, ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે અત્યંત આશીર્વાદરૂપ બનવાની છે. આ નીતિ હેઠળ 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેકટ માટે નાના વીજ ઉત્પાદકો કે જે મોટા સોલાર પ્રોજેકટ સ્થાપવા સક્ષમ ન હોય તેઓ પોતાની ખાનગી જમીન પર કે ખાનગી જમીન લીઝ પર મેળવી આવા નાના સોલાર પ્રોજેકટ સ્થાપી શકે છે. આ નીતિ અંતર્ગત રાજયભરમાંથી અરજીઓ મંગાવવામાં આવેલ. જેને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.

કેટલી અરજીઓ આવી ?

આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા પ્રધાને જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ માસના ટૂંકા ગાળામાં કુલ 5192 અરજીઓ આ પ્રકારના નાના સોલર પ્રોજેકટ માટે મળી છે. જેની કુલ વીજ ક્ષમતા 3536 મેગાવોટ જેટલી થાય છે. જે પૈકી ઉત્તર ગુજરાતમાં 1283 મેગાવોટની 1766 અરજીઓ , પશ્ચિમ ગુજરાતમાં 1955 મેગાવોટની 2945 અરજીઓ , દક્ષિણ ગુજરાતમાં 118 મેગાવોટની 168 અરજીઓ અને મધ્ય ગુજરાતમાં 180 મેગાવોટની 313 અરજીઓ મળેલ છે .રાજ્ય સરકારે જાહેર કરેલ આ નીતિ હેઠળ કોઈપણ વ્યક્તિ, ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા, 0.5 મેગાવોટથી 4 મેગાવોટ સુધીનો સ્મોલ સ્કેલ પાવર પ્રોજેકટ સ્થાપી રાજ્યની વીજ કંપનીઓને આ ઉત્પાદિત ઊર્જાનું વેચાણ કરી શકે છે.

સામાન્ય લોકો પાસેથી વીજળી કંપનીઓ ખરીદી કરશે વિજની

રાજ્યની વીજ કંપનીઓ આ ઉત્પાદિત ઊર્જા ખરીદવા માટે 25 વર્ષના કરાર કરશે. આ ઉત્પાદિત ઊર્જા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા સોલાર પાર્ક સિવાયના પ્રોજેકટ માટે કરવામાં આવેલ બિડીંગ પ્રક્રિયામાં નક્કી થયેલા ભાવથી 20 પૈસા વધુ ભાવે ખરીદવામાં આવશે.

સ્થાનિક રોજગારી ઉભી થશે

આ પોલીસી હેઠળ કોઈપણ પ્રોજેકટ માટે સરકારી જમીન ઉપયોગ માટે આપવામાં આવશે નહીં. વધુમાં આ યોજના હેઠળ 4 મેગાવોટથી વધુની ક્ષમતાનો પાવર પ્લાન્ટ સ્થાપી શકાશે નહીં. રાજ્યના ખેડૂતો તેમની બિનઉપજાઉ જમીન ઉપર ખેડૂત પોતે પ્રોજેકટ સ્થાપીને કે જમીનને લીઝ ઉપર આપીને આવક પ્રાપ્ત કરી શકશે. આ પ્રકારના નાના સોલાર પ્રોજેકટ સ્થપાવાના કારણે જે તે વિસ્તારમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.

Last Updated :Jan 4, 2021, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details