ગુજરાત

gujarat

સ્વર્ણિમ સંકુલ 1ના દરવાજા પાસે સાપ દેખાયો

By

Published : May 2, 2020, 6:14 PM IST

ગુજરાત સરકારના અધિકારી વર્ગ જ્યાં બેસે છે ત્યાં સ્વર્ણિમ સંકુલ 1ના મુખ્ય દરવાજા પાસે આજે સાપે દેખા દીધી હતી. હાલમાં કોરોના લૉક ડાઉનને લઇને અડધા સ્ટાફ દ્વારા કામકાજ કરવામાં આવી રહ્યું છે ત્યારે શાંત અને ખુલ્લા માહોલમાં સાપે દર્શન દેતાં જોણું સર્જાયું હતું.

સ્વર્ણિમ સંકુલ 1ના દરવાજા પાસે સાપ દેખાયો
સ્વર્ણિમ સંકુલ 1ના દરવાજા પાસે સાપ દેખાયો

ગાંધીનગરઃ કોરોનાના કેર વચ્ચે સચિવાલયમાં 33 ટકા સ્ટાફ સાથે કામકાજ ચાલુ છે, કોઈ પ્રધાન સચિવાલય આવતાં નથી પણ અન્ય જરુરી કામકાજ માટે કર્મચારીઓ ઓફિસે આવે છે. ત્યારે આજે સચિવાલય સંકુલમાં આવેલ સ્વર્ણિમ સંકુલ 1ની બહાર એક સાપ આવ્યો હતો. જોકે સુરક્ષા અધિકારીઓએ આ સાપ વિશે વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગના કર્મીઓ સાપને સુરક્ષિતપણે પકડીને લઇ ગયાં હતાં. બાદમાં ભૂલમાં ખોટી જગ્યાએ આવી ગયેલાં સાપને વન વિભાગની ટીમે સાબરમતી નદીની કોતરમાં છોડી મૂક્યો હતો.

સ્વર્ણિમ સંકુલ 1ના દરવાજા પાસે સાપ દેખાયો

નોંધનીય છે કે ગાંધીનગરના આ મહત્ત્વની ઈમારતની આસપાસ જંગલી પશુઓ પણ કવચિત દેખા દેતાં હોય છે. ભૂતકાળમાં અહીં દીપડાઓ પણ ફરતાં દેખાઈ ચૂક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details