ગુજરાત

gujarat

ગાંધીનગરના 6 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષામાં મેદાન માર્યું

By

Published : Oct 18, 2020, 3:45 PM IST

શિક્ષણ નગરી તરીકે જાણીતું બનેલું ગાંધીનગર હવે રાજ્ય કક્ષાએ ઝળહળતું થયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યભરના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં તૈયારી કરવા આવતા હોય છે. હાલ કોરોના કહેર અને તેના ડર વચ્ચે ગાંધીનગરના 6 વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં 600 કરતાં વધુ માર્કસ મેળવીને મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓ તેમની સફળતાનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપી રહ્યા છે.

Gandhinagar
ગાંધીનગરના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં મેદાન માર્યું

  • ગાંધીનગરના વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં ઝળક્યા
  • 6 વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં 600 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા
  • વિદ્યાર્થીઓએ સફળતાનો શ્રેય તેમના માતા પિતા અને શિક્ષકોને આપ્યો

ગાંધીનગરઃ શિક્ષણ નગરી તરીકે જાણીતું બનેલું ગાંધીનગર હવે રાજ્ય કક્ષાએ ઝળહળતું થયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યભરના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં તૈયારી કરવા આવતા હોય છે. ત્યારે હવે કોરોના કહેર અને તેના ડર વચ્ચે ગાંધીનગરના 6 વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં 600 કરતાં વધુ માર્કસ મેળવીને મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓ તેમની સફળતાનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપી રહ્યા છે.

નીટ પરીક્ષાનું પરિણામ જાહેર, 6 વિદ્યાર્થીઓએ 600 કરતા વધારે ગુણ મેળવ્યા

મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે જરૂરી ગણાતી નીટ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે મહત્વની હોય છે. વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે મેડિકલમાં અભ્યાસ માટેની પરીક્ષા આપી શકશે કે, નહીં તેની પણ ખબર ન હતી. કોરોના વાઇરસે વિદ્યાર્થીઓના મનોબળને તહસ-નહસ કરી નાખ્યું હતું. તેવા સમયે બે દિવસ પહેલા નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે ગાંધીનગરના 6 વિદ્યાર્થીઓ 600 કરતા વધારે ગુણ મેળવીને તબીબ બનવાનો માર્ગ મોકળો કરી નાખ્યો છે.

ગાંધીનગરના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં મેદાન માર્યું

લોકડાઉનમાં કર્યો સમયનો સદુપયોગ

ગાંધીનગર શહેરની અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનુજ બારોટ 665, વિશ્વજીત જોધા 631, સૌરભ પ્રજાપતિ 631, કેયા પટેલ 623, મૈત્રી મહેતા 619 અને આદિત્ય જોશીએ 606 ગુણ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ તમામ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કહેર વચ્ચે અમે ખૂબ જ મહેનત કરી છે. શરૂઆતમાં મહેનત કરવા માટે વિચાર કરતા હતા. પરંતુ કોરોના વાઇરસના કારણે આપવામાં આવેલા લોકડાઉનમાં સમયનો સદુપયોગ કર્યો છે. તેમજ કિશોર ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ માટેની તાલીમ મેળવવા જતા હતા, પણ અમને ખૂબ જ સહયોગ મળ્યો છે. જ્યારે પદ્ધતિસરના અભ્યાસ કરવાના કારણે અમે આજે સફળતાના શિખર સુધી પહોંચ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details