PMJAY માં કાર્ડમાં 150 ઘટાડો થયો તો 200 થી વધુ ખાનગી ડાયાલીસીસ સેન્ટર દ્વારા હડતાળ શરૂ ગાંધીનગર:ગુજરાતમાં પ્રતિ દિવસ 1 લાખ લોકો કિડની ડાયાલીસીસની સારવાર કરાવે છે. ત્યારે અનેક દર્દીઓ PMJAY કાર્ડ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે છે. જેમાં સરકાર દ્વારા 1650 રૂપિયા હોસ્પિટલ તંત્રને અને 300 રૂપિયા દર્દીને મુસાફરીનું ભાડું આપવામાં આવે છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા કિડની ડાયાલીસીસનો હોસ્પિટલ ખર્ચ ઘટાડવાના કારણે ખાનગી હોસ્પિટલ તંત્ર દ્વારા ડાયાલીસીસ કામગીરી બંધ કરતા આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે.
નિર્ણય જાહેર:ખાનગી હોસ્પિટલમાં તારીખ 14 થી તારીખ 16 ઓગસ્ટ સુધી હડતાળ કેન્દ્ર સરકાર દ્વારા નેફ્રોલોજીસ્ટ સારવારનો ખર્ચ ઘટાડાનો નિર્ણયના વિરોધમાં ખાનગી હોસ્પિટલમાં અને તંત્ર દ્વારા ડાયાલિસિસ નહીં કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 14 થી 16 ઓગસ્ટ સુધી PMJAY કાર્ડ હેઠળ ડાયાલિસિસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાતના વિરોધમાં ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રાજ્યના તમામ ડાયાલિસિસ પત્ર લખીને તારીખ 14 ઓગસ્ટ થી તારીખ 16 ઓગસ્ટ સુધી ખાનગી હોસ્પિટલમાં જે ડાયાલિસિસ નો વિરોધ થઈ રહ્યો છે. સરકારે 108 ની સેવાને ડાયાલિસિસ માટે સ્ટેન્ડ બાય અને આવી કોઈ સેવા માટે ફોન આવે તો સેવા માટેની સૂચના આપવામાં આવી છે.
"રાજ્યમાં PMJAY કાર્ડ હેઠળ કિડનીના દર્દીઓ જે ડાયાલિસિસ સેવાઓ છે. તે મોટાભાગની સેવાઓ સરકારી હોસ્પિટલમાં કાર્યરત છે. રાજ્યના 271 જેટલા સેન્ટરો પર સેવા કાર્યરત છે. પણ ખાનગી હોસ્પિટલ દ્વારા વિરોધને લઈને તેઓએ સેવા બંધ કરી છે. જેથી સરકારી હોસ્પિટલમાં પણ ડાયાલિસિસની સુવિધા વધારવામાં આવી છે. જ્યારે મોટા હોસ્પિટલમાં 20 થી 25 દર્દીઓને એક સાથે ડાયાલિસિસ કરવાની સુવિધાઓ છે. જ્યારે નાની હોસ્પિટલોમાં 3 મશીનોને સગવડ રાખવામાં આવી છે.-- મનોજ અગ્રવાલ (આરોગ્ય સચિવ)
PMJAY માં કાર્ડમાં 150 ઘટાડો થયો તો 200 થી વધુ ખાનગી ડાયાલીસિસ સેન્ટર દ્વારા હડતાળ શરૂ કરાઇ 18002331022 ટોલ ફ્રી સેવા શરૂ:મનોજ અગ્રવાલ વધુમાં જણાવ્યું હતું કે, જે દર્દીને ખાનગી હોસ્પિટલમાં જવું હોય તે કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લે છે. પરંતુ 290 જેટલા હોસ્પિટલમાં સારવાર માટે હાલમાં તકલીફ છે. ત્યારે રાજ્ય દ્વારા પણ તાત્કાલિક ધોરણે ટોલ ફ્રી ની સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેથી કોઈપણ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે આ ઉપરાંત 108 ને પણ ડાયાલિસિસ માટે જો કોઈ ઈમરજન્સી ફોન આવે તો નજીકના સરકારી ડાયાલિસિસ કેન્દ્ર લઈ જવાની સૂચના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ,ગઈ કાલે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. જેમાં હજી એક વખત આ બાબતે બેઠક કરવામાં આવે અને ચર્ચા કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે આમ કોઈ પણ દર્દીને મુશ્કેલી ન થાય તે માટે આખું આરોગ્ય તંત્ર ખડે પગે છે.
- Gandhinagar News : એસકે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, નિયમ પ્રમાણે હજુ પણ મળી શકે છે રિમાન્ડ
- Gandhinagar Crime : ગાંધીનગર કોર્ટે પૂર્વ જિલ્લા ક્લેક્ટર એસ કે લાંગા કર્યા જેલહવાલે, જૂઓ કેટલા દિવસ રહ્યાં રીમાન્ડમાં