ગુજરાત

gujarat

મહાદેવના મંદિરોમાં તાળા અને મદિરાના મહાલયો થયા ખુલ્લા, સંઘ પ્રદેશ દીવમાં જોવા મળ્યા બે વિરોધાભાસી દ્રશ્યો

By

Published : May 6, 2020, 8:46 PM IST

લોકડાઉનના સમયમાં સંઘ પ્રદેશ દીવમાં બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા 40 કરતા વધુ દિવસોથી દીવમાં આવેલું પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તાળું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મંગળવારથી કેટલીક મદિરાની દુકાનોને ખોલવાની તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી.

મહાદેવના મંદિરોમાં તાળા અને મદિરાના મહાલયો થયા ખુલ્લા સંઘ પ્રદેશ દીવમાં જોવા મળ્યા બે વિરોધાભાસી દ્રશ્યો
મહાદેવના મંદિરોમાં તાળા અને મદિરાના મહાલયો થયા ખુલ્લા સંઘ પ્રદેશ દીવમાં જોવા મળ્યા બે વિરોધાભાસી દ્રશ્યો

દીવઃ સંઘ પ્રદેશ દીવને પર્યટન સ્થળ તરીકે સમગ્ર વિશ્વના લોકો આદર આપી રહ્યા છે. અહીં મહાભારત કાળમાં પાંડવો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિરન સ્થાપવામાં આવેલું છે, પરંતુ લોકડાઉનને લઈને છેલ્લા 40 દિવસથી મંદિર બંધ જોવા મળી રહ્યું છે. ભક્તોની ગેરહાજરીની વચ્ચે મેરામણ આજે પણ ગંગેશ્વર મહાદેવનો અભિષેક કરી રહ્યો છે, જે આદી અનાદી કાળથી થતુ આવ્યું છે.

મહાદેવના મંદિરોમાં તાળા અને મદિરાના મહાલયો થયા ખુલ્લા સંઘ પ્રદેશ દીવમાં જોવા મળ્યા બે વિરોધાભાસી દ્રશ્યો

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે ત્રીજા તબક્કાના લોકડાઉનમાં ગ્રીન ઝોનમાં આવતા કેટલાક જિલ્લાઓમાં શરતી છૂટછાટ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત સંઘ પ્રદેશ દીવમાં મદિરાની કેટલીક દુકાનોને શરતી મંજૂરી સાથે ખુલ્લી રાખવાની પરવાનગી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે, ત્યારે દારૂના પ્યાસી દીવના માર્ગો પર લાઈન લગાવીને મદિરાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

એક બાજુ ગંગેશ્વર મહાદેવનું મંદિર છેલ્લા 40 દિવસથી બંધ છે, ત્યારે શિવ ભકતોની ગેરહાજરીમાં ખુદ મેરામણ મહાદેવને અભિષેક કરી રહ્યો છે. તો બીજી તરફ દારૂની દુકાનો ખોલવામાં આવી રહી છે અને પ્યાસીઓ મદિરાની ખરીદી કરવામાં કતાર બંધ ઉભા જોવા મળી રહ્યા છે અને તે પણ પોલીસની સુરક્ષાની વચ્ચે લોકડાઉનના આ બે વિરોધાભાસી દ્રશ્યો આપણને ઘણું બધું કહી જાય છે.

ABOUT THE AUTHOR

...view details