ગુજરાત

gujarat

દીવના 59માં મુક્તિ દિનની ઉલ્લાસભેર ઉજવણી

By

Published : Dec 18, 2019, 9:42 PM IST

દીવ : સંઘ પ્રદેશ દીવના 59માં મુક્તિ દિનને લઈને દીવને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. આ નિમિત્તે આગામી 2 દિવસ સુધી દીવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે.

દીવને નવોઢાની જેમ શણગારાયુ
દીવને નવોઢાની જેમ શણગારાયુ

વર્ષ 1961ની 19મી ડિસેમ્બરના દિવસથી દીવ, દમણ અને ગોવાને કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારથી 19મી ડિસેમ્બરના દિવસે સંઘ પ્રદેશ દીવનો મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. આગામી બે દિવસ સુધી દીવમાં વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીવના સ્થાનિક લોકોની સાથે અહીં આવતા પ્રવાસીઓ પણ ભાગ લઈને દીવના મુક્તિ દિવસની ઉજવણી કરશે, ત્યારે આજે મુક્તિ દિવસની પૂર્વ સંધ્યાએ દીવને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે.

દીવને નવોઢાની જેમ શણગારાયુ

દીવની સરકારી કચેરીઓ સાથે દીવના પ્રત્યેક ઘર અને હોટેલો પણ રોશનીની ઝગમગાટ કરવામાં આવી છે. જેને લઈને દીવ આજે એક નવોઢા જેવું લાગી રહ્યું છે. આવતીકાલથી દીવમાં વિવિધ કાર્યક્રમોની યોજાશે જેને લઈને દીવ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

Intro:દીવના મુક્તિ દિવસને લઈને દીવમાં રહ્યો છે અનેરો ઉત્સાહ Body:સંઘ પ્રદેશ દીવના 59માં મુક્તિ દિનને લઈને દીવને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું હતું આગામી 2 દિવશ સુધી દીવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે

વર્ષ 1961ની 19મી ડિસેમ્બરના દિવસે દીવ દમણ અને ગોવાને કેન્દ્રીય સરકાર દ્વારા સ્વતંત્ર પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારથી 19મી ડિસેમ્બરના દિવસે સંઘ પ્રદેશ દીવનો મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે આગામી બે દિવસ સુધી દીવમાં વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીવના સ્થાનિક લોકોની સાથે અહીં આવતા પ્રવાસીઓ પણ ભાગ લઈને દીવના મુક્તિ દિવસની ઉજવણી કરશે ત્યારે આજે મુક્તિ દિવસની પૂર્વ સંધ્યાએ દીવને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે દીવની સરકારી કચેરીઓની સાથે દીવના પ્રત્યેક ઘર અને હોટેલો પર રોશનીની ઝગ્મગાહટ કરવામાં આવી છે જેને લઈને દીવ આજે એક નવોઢા જેવું લાગી રહ્યું છે આવતી કાલથી દીવમાં વિવિધ કાર્યક્રમોની વણજાર યોજવા જઈ રહી છે જેને લઈને દીવ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે

બાઈટ - 01 સલોની રાય જિલ્લા કલેકટર દીવ Conclusion:

ABOUT THE AUTHOR

...view details