ગુજરાત

gujarat

કોરોનાને કારણે થર્ટી ફર્સ્ટ પર દીવમાં પ્રવાસીઓમાં ઘટાડો

By

Published : Jan 1, 2021, 11:08 AM IST

Diu

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમા થર્ટી ફસ્ટને લઈ મોટે ભાગે સહેલાણીઓનો જમાવડો રહેતો હોય છે. પરંતુ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી નહી થતાં પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ હોટલો ખાલી ખમ હોવાથી હોટલ માલિકો પણ ચિંતાતુર થયા હતાં.

  • 31 ડિસેમ્બરને લઈ દીવમાં ટુરિસ્ટો ઘટ્યા
  • કોરોના કારણે અનેક કાર્યક્રમો અને આયોજનો થયા રદ્દ્
  • દીવ હોટલના માલિકો નિરાશ જોવા મળ્યા

દીવઃ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમા થર્ટી ફસ્ટને લઈ મોટે ભાગે સહેલાણીઓનો જમાવડો રહેતો હોય છે. પરંતુ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી નહી થતાં પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ હોટલો ખાલી ખમ હોવાથી હોટલ માલિકો પણ ચિંતાતુર થયા હતાં.

વર્ષના અંતિમ દિવસને માણવા દીવમાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું

2020ને બાય બાય કરવા અને 2021ને વેલકમ કરવા દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રવાસીઓનો દીવમાં જમાવડો જોવા મળ્યો નહતો. દીવનાં નાંગવા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હોય છે. પંરતુ આ વર્ષે કોવિડને કારણે લોકોને ઘરમાં જ રહેવું પડ્યુ છે. જો કે લોકોને આશા છે કે 2021નું વર્ષ શાનદાર રહેશે. જો કે કેટલાક લોકો મોજ મજા અને મસ્તી કરવા તેમજ નવા વર્ષને આવકારવા દીવ પહોંચ્યા હતાં.

દીવ હોટેલ માલિકો નિરાશ

દીવ ભલે પ્રવાસીઓથી ઉભરાયું હોઈ પરંતુ હોટલ માલિકો નિરાશ જોવા મળી રહ્યા છે. હોટેલ સંચાલકોનું કહેવું છે કે જે પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે તે સાંજ સુધી જ છે. જે ફરવા લાયક સ્થળોની મુલાકાત લઈ પરત ફરશે. હોટેલોમાં કોઈ જ બુકીંગ નથી હોટેલ ખાલી ખમ છે. નાતાળમાં પણ પ્રવાસીઓની હાજરી ન જોવા મળી અને હવે થર્ટી ફર્સ્ટમાં પણ બુકીંગ ન થયું. પ્રશાસન દ્વારા નવા વર્ષની ઉજવણીને લઈ પરમિશન ન મળી ન તો ડીજેની કે ન કોઈ જાહેર કાર્યક્રમની મંજૂરી મળી. જેથી પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

દીવ પ્રશાસન દ્વારા ચેકીંગ હાથ ધરાયુ

દીવ પ્રશાસન દ્વારા દીવની હોટેલોમાં કોવિડનું ચેકીંગ હાથ ધરાયુ છે. હોટેલનાં સ્ટાફ અને અન્ય કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત ચેક પોસ્ટ પર ગુજરાત પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details