ગુજરાત

gujarat

દ્વારકા: શિવરાજપુર બીચના રસ્તાને પહોળો કરવા માટે ટુરિઝમ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી

By

Published : Dec 3, 2020, 7:36 AM IST

યાત્રાધામ દ્વારકા થી 11 કિ.મી. દુર આવેલા બ્લુ ફ્લેગ " શિવરાજપુર " બિચ ઉપર જવા માટે સાંકડા માર્ગેને પહોળો કરવા દ્વારકા ઈન ચાર્જ મામલતદાર અને ટુરિઝમ ગાંધીનગરની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Dwarka
Dwarka


શિવરાજપુર બિચ જતો માર્ગ પહોળો કરવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

દ્વારકાના ઇનચાર્જ મામલતદાર તથા તેની ટીમ સર્વેમા જોડાઇ

હાલના મારને બદલે 14 મીટરનો માર્ગ બનાવવામાં આવશે

ભવિષ્યમાં દરીયાઇ માર્ગે પણ શિવરાજપુર બિચ ઉપર જવાની સુવિધા વધારવાની સરકારની વિચારણા



દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા થી 11 કિ.મી. દુર આવેલા બ્લુ ફ્લેગ " શિવરાજપુર " બિચ ઉપર જવા માટે સાંકડા માર્ગેને પહોળો કરવા દ્વારકા ઈન ચાર્જ મામલતદાર અને ટુરિઝમ ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

14 મીટર પહોળો માર્ગ કરવામાં આવશે

દ્વારકા નજીકના શિવરાજપુર બીચ ઉપર આ વર્ષની દિવાળી તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા શિવરાજપુર બીચ પર જવા આવવાના માર્ગમાં યાત્રાળુઓને અનેક મુશ્કેલી પડતી હતી. સાંકડો માર્ગ હોવાથી યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી સરકાર દ્વારા શિવરાજપુર બીચ ઉપર જવાના માર્ગને ૧૪ મીટરનો કરવાની ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.

દ્વારકા નજીકના શિવરાજપુર બીચના સાંકડા રસ્તાને પહોળો કરવા માટે ટુરિઝમ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી
આ કામગીરીમાં દ્વારકાના મામલતદાર તથા તેની ટીમ પણ જોડાઇ હતી. આગામી દિવસોમાં શિવરાજપુર બીચ ઉપર જવા આવવાના અન્ય બે માર્ગો તેમજ વધુ એક એપ્રોચ રોડ બનાવવામાં આવશે.

ગુજરાત ટુરિઝમ વિભાગના એક્ઝિક્યુટીવ સાથે વાતચીત

ગુજરાત ટુરિઝમ વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર શ્યામલ પટેલ દ્વારા ઈ.ટી.વી. ભારત સાથે મુલાકાતમાં જણાવ્યું કે શિવરાજપુર બીચ ગુજરાતનો અતી સુદર બ્લુ ફ્લેગ બિચ હોવાથી ભવિષ્યમાં સરકાર દ્વારા આ બીચ ઉપર દરિયાઈ માર્ગે આવવાની પણ વ્યવસ્થા કરવા માટેની વિચારણા ચાલી રહી છે.


ABOUT THE AUTHOR

...view details