ગુજરાત

gujarat

કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી કરતા ભાણવડના જિલ્લા પંચાયતના સદસ્ય

By

Published : May 12, 2021, 4:59 PM IST

દેવભૂમિ દ્વારકાની સંસ્થા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાણવડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ખુબ મદદ કરાઈ રહી છે. કોવિડ -19ની વૈશ્વિક મહામારી દરમિયાન ગત વર્ષથી જ ભાણવડ તાલુકાના દરેક ગામમાં હોમિયોપેથિક ગોળીનું વિતરણ, તેમજ હાલમાં મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં તેમની મોટા કાલાવડ સીટમાં સમાવિષ્ટ થતા 12 ગામોમાં સંપૂર્ણ ગામ સેનિટાઇઝર, જરૂરી ગોળીઓ, ઓક્સિજન બોટલ સાહિતની સુવિધા પોતાની સીટમાં સમાવિષ્ટ થતા ગામો સહીત ભાણવડ તાલુકાના તમામ ગામ અને શહેરમાં પણ આ સુવિધાનો વિનામૂલ્યે લાભ અપાઈ રહ્યો છે.

Shri Krishna Education Charitable Trust
Shri Krishna Education Charitable Trust

  • શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાણવડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ખુબ મદદ કરાઈ
  • જિલ્લા પંચાયતના સદસ્ય કે. ડી. કરમુરની સંસ્થા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ
  • ફેબીફ્લૂ 400mg તથા વિટામિન સી 3,000 ગોળી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપી

દેવભૂમિ દ્વારકા : જિલ્લા પંચાયતના સદસ્ય કે. ડી. કરમુરની સંસ્થા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાણવડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ખુબ મદદ કરાઈ રહી છે. ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બેડ તે માટેની ઓક્સિજન લાઈન, તેમજ ભાણવડના પાછતર, મોરઝર અને ગુંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ મુલાકાત કરીને હાલમાં જે ગોળીની ખુબ અછત જોવા મળી રહી છે, તે ફેબીફ્લૂ 400mg તથા વિટામિન સી 3,000 ગોળી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપી હતી.

કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી કરતા ભાણવડના કે. ડી. કરમુર

આ પણ વાંચો : વિરમદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના લીધે માત્ર 2 જ એક્ટિવ કેસ

ભાણવડ તાલુકાના તમામ ગામ અને શહેરમાં પણ આ સુવિધાનો વિનામૂલ્યે લાભ

હાલમાં ચાલી રહેલી કોવિડ -19ની વૈશ્વિક મહામારી દરમિયાન ગત વર્ષથી જ ભાણવડ તાલુકાના દરેક ગામમાં હોમિયોપેથિક ગોળીનું વિતરણ, તેમજ હાલમાં મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં તેમની મોટા કાલાવડ સીટમાં સમાવિષ્ટ થતા 12 ગામોમાં સંપૂર્ણ ગામ સેનિટાઇઝર, જરૂરી ગોળીઓ, ઓક્સિજન બોટલ સાહિતની સુવિધા પોતાની સીટમાં સમાવિષ્ટ થતા ગામો સહીત ભાણવડ તાલુકાના તમામ ગામ અને શહેરમાં પણ આ સુવિધાનો વિનામૂલ્યે લાભ અપાઈ રહ્યો છે.

આ પણ વાંચો : ખંભાળિયા ખાતે સાંસદ પૂમન માડમે ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ કર્યું

સંસ્થાએ અંતરિયાળ ગામડાઓ સુધી નવજીવનની સુવાસ ફેલાવી

હાલની પરિસ્થિતિ પ્રમાણે કે. ડી. કરમુરની સંસ્થા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાતી આરોગ્ય લક્ષી કામગીરીએ અંતરિયાળ ગામડાઓ સુધી નવજીવનની સુવાસ ફેલાવી હોવાની લોકોમાં લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details