ગુજરાત

gujarat

રામાયણ કથાકાર મોરારિબાપુ પર થયેલા હુમલાના સંદર્ભમાં જૂનાગઢ ખાતે અગ્રણીઓની મળી બેઠક

By

Published : Jun 21, 2020, 9:54 PM IST

રામાયણ કથાકાર મોરારિબાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલા હુમલાને લઇ જૂનાગઢમાં આગ્રહી સાધુ-સંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓની બેઠક મળી હતી.

રામાયણ કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના સંદર્ભમાં જૂનાગઢ ખાતે અગ્રણીઓની મળી બેઠક
રામાયણ કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના સંદર્ભમાં જૂનાગઢ ખાતે અગ્રણીઓની મળી બેઠક

દ્વારકાઃ જિલ્લામાં રામાયણ કથાકાર મોરારિબાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલા આપત્તિજનક વર્તનને લઈને જૂનાગઢમાં આગ્રહી સાધુ-સંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં બાપુ પર થયેલો અણ છાજતા વર્તન અને સંભવિત હુમલાના પ્રયાસને વખોડવામાં આવ્યો હતો.

રામાયણ કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના સંદર્ભમાં જૂનાગઢ ખાતે અગ્રણીઓની મળી બેઠક

રામાયણ કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા અણ છાજતુ વર્તન તેમજ સંભવિત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પડઘા હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આ હુમલાને વખોડી કાઢવા માટે જૂનાગઢના સાધુ સંતો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવી હતી.

રામાયણ કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના સંદર્ભમાં જૂનાગઢ ખાતે અગ્રણીઓની મળી બેઠક

આ બેઠકમાં ભાવનાથ ક્ષેત્રના અગ્રણી સાધુ-સંતો તેમજ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત ભાજપ કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ તેમજ જૂનાગઢ શહેરના વિવિધ જ્ઞાતિના સામાજિક અગ્રણીઓ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ સાધુ-સંતો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ મોરારિબાપુ પર સંભાવિત હુમલાના પ્રયાસને આકરા શબ્દોમાં વખોડ્યો હતો.

તેમજ ફરી આ પ્રકારનો હુમલો કરવામાં ન આવે તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં સમગ્ર મામલાને લઈને કયા પ્રકારે વિરોધ વ્યક્ત કરવો તેને લઈને કોઈ નિર્ણય કરવામાં આવશે એવું સર્વાનુમતે બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details