ગુજરાત

gujarat

Incident of misdemeanor Khambhaliya: ખંભાળિયામાં બે સગી બહેનોને નરાધમો પીખી નાખી

By

Published : Mar 3, 2022, 2:10 PM IST

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સગી બે બહેનો સાથે દુષ્કર્મની ઘટના (Mischief with two sisters in Khambhaliya)સામે આવી છે. બે સગીર બહેનો પર દુષ્કર્મ કેસમાં યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે. મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ થયો છે. આ ઘટનામાં પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે( Khambhaliya city police)આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

Incident of misdemeanor Khambhaliya: ખંભાળિયામાં બે સગી બહેનોને નરાધમો પીખી નાખી
Incident of misdemeanor Khambhaliya: ખંભાળિયામાં બે સગી બહેનોને નરાધમો પીખી નાખી

દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયા શહેર છેલ્લા ઘણા સમયથી વધતા ગુનાઓને લઈ આ શહેર હવે નામાંકિત બની ગયું છે. આ શહેરમાં એવી ઘટના બની છે જેને લઈને સભ્ય સમાજ ચિંતામાં મુકાયો છે. ખંભાળિયામાં સગી બે બહેનો સાથે દુષકર્મની (Incident of misdemeanor Khambhaliya)ઘટનાએ સમગ્ર પંથકમા અરેરાટી ફેલાવી છે. આ ઘટનાએ કાયદા વ્યવસ્થાની સાથે સમાજમાં દીકરીઓ આજે પણ સુરક્ષિત નથી તે સાબિત થયું ખંભાળિયાની બનેલ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. ગરીબ પરિવારની બે સગીર વયની દીકરીઓ (Misdemeanor with two Sagira)સાથે નરાધમોએ આચરેલા દુષ્કર્મને લઈ સભ્ય સમાજમાં ગભરાટ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

દુષ્કર્મની ઘટના

બે સગીર બહેનો પર દુષ્કર્મ

ખંભાળિયામાં બનેલ ઘટનાની વિગતો જોઈએ તો (Mischief with two sisters in Khambhaliya) ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ કેસમાં યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે. મદદગારી કરતા અન્ય બે શખ્સો સામે પણ ગુનો દર્જ થયો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતી 16 વર્ષની એક સગીરાને નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે લલચાવી ફોસલાવીતેની સાથે મિત્રતા(Khambhaliya city police )કેળવી હતી. બાદમાં નિકેશ પ્રજાપતિ દ્વારા તેની સાથે અવારનવાર જુદા-જુદા સ્થળોએ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. ગત જાન્યુઆરી માસથી શરૂ થયેલા આ પ્રકરણમાં ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ નિકેશે સગીરાને એક સ્થળે બોલાવી અને તેણીનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃRape Case In Ahmedabad : યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકાર

જાનથી મારી નાખવાની ધમકી આપી

આથી તા 27 ના ઉપરોક્ત સગીરા તેની 14 વર્ષની નાની બહેનને સાથે લઈને ગઈ હતી. અહીં આરોપી નિકેશે સગીરાની નાની બહેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને નિકેશ સાથે એકલા રુમમાં જવાની ના કહી દીધી હતી. આથી અહીં રહેલા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ મોટી બહેનને દુપટ્ટા વડે હાથ-પગ બાંધી અને આરોપી આશિષ કારુભાઈ આહિરે છરી બતાવી અને જો તેણી રાડા-રાડી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

માસુમને પીખી પોતાની હવસ સંતોષી

બાદમાં આરોપી નિકેશ પ્રજાપતિએ મોટી બહેનને બાંધી રાખી નાની બહેન સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું જાહેર થયું છે. હચમચાવી નાખે એવા આ સમગ્ર કેસમાં નરાધામોએ માસુમને પીખી પોતાની હવસ સંતોષી હતી. બે સગીર બાળા ઉપર દુષ્કર્મ ગુજારવા સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મુખ્ય આરોપી એવા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ સાથે મદદગારી કરનારા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા સામે આઈ.પી.સી. કલમ 354 (એ)(2), 342, 376, 376(2) (એન), 376(3), 506(2), 114 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃMinor Girl Rape case in Jolva : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ રૂમમાં ગોંધી દીધી, સારવાર મળ્યાં પહેલાં મોત

ABOUT THE AUTHOR

...view details