ગુજરાત

gujarat

Girl Trapped In Borewell: બોરવેલમાં પડેલી અઢી વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત, પરિવારમાં આક્રંદ

By PTI

Published : Jan 1, 2024, 9:20 PM IST

Updated : Jan 2, 2024, 6:23 AM IST

દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં બાળકી ફળિયામાં રમતાં રમતાં 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી. NDRF, SDRFની ટીમ સહિત સૈન્યના જવાનોની સંયુક્ત કામગીરીથી બાળકીને બચાવી લેવામાં આવી હતી, અને ત્યાર બાદ બાળકીને સારવાર માટે એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન બાળકી જિંદગીની જંગ હારી ગઈ હતી.

બોરવેલમાં પડેલી અઢી વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
બોરવેલમાં પડેલી અઢી વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં બાળકી ફળિયામાં રમતાં રમતાં 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી. 8 કલાકની ભારે જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. અને ત્યાર બાદ બાળકીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન બાળકી જિંંદગીની જંગ હારી ગઈ હતી. બાળકીની મૃત્યુથી નાના એવા રાણ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

રમતા-રમાતા બોરવેલમાં પડી બાળકી: ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 1 વાગ્યે બાળકી રમતા-રમતા બોરવેલમાં ખાબકી હતી. બોરવેલમાં બાળકી પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલ અંદર ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. ઉપરાંત દોરડા વડે બાળકીને બાંધીને 15 ફુટ ઉપર ખેંચવામાં આવી હતી.

રેસ્કયુ ઓપરેશન: ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયરની ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાળકી 25થી 35 ફૂટ ઊંડે ફસાયેલી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. બાળકીના બચાવ કાર્ય માટે ડિફેન્સ, NDRF, SDRFની ટીમ પાસેથી મદદ માગવામાં આવી હતી. આ ઉપરાંત સૈન્યના જવાનો પણ બાળકીને બચાવવા માટે પહોંચી ગયાં હતા. સાથે જ JCBની મદદથી બાજુમાં ખાડો ખોદી રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું હતું.

ડેપ્યુટી કલેક્ટર એચ.બી. ભગોરાએ જણાવ્યું હતું કે બાળકી રમતા રમતા 1 વાગ્યે રાણ ગામમાં બોરવેલમાં પડી હતી. આર્મી તેમજ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની રેસ્ક્યુ ટીમોએ તેને 15 ફૂટ સુધી ખેંચવામાં સફળતા મેળવી .

  1. Recruitment Scam: પરીક્ષા પહેલાં એપોઇન્ટમેન્ટ લેટર? ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં કૌભાંડની તપાસની માગ કરતા યુવરાજસિંહ જાડેજા
  2. Bhavnagar News: ભાવનગરનો નિર્માણાધીન ફ્લાય ઓવર 'સગવડ' કે 'સમસ્યા' ???
Last Updated : Jan 2, 2024, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details