ગુજરાત

gujarat

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના ધર્મપત્ની સાથે પૂજા અર્ચના કરીને દ્વારકાધીશને ધજા ચડાવી

By

Published : Jul 22, 2021, 11:02 AM IST

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના ધર્મપત્ની સાથે પૂજા અર્ચના કરીને દ્વારકાધીશને ધજા ચડાવી

દ્વારકામાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના ધર્મપત્ની સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશને ધ્વજા ધજા ચડાવી હતી. આજે કેબિનેટ બેઠક હોવાના કારણે દ્વારકાધીશની ધજા ચડાવ્યા પછી તાત્કાલિક ગાંધીનગર ખાતે જવા રવાના થયા છે.

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી પહોંચ્યા
  • મુખ્યપ્રધાને ધર્મપત્ની સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
  • વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ દ્વારકાધીશને ધજા ચડાવી

દ્વારકા :આજે વહેલી સવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ધર્મપત્ની સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશને ધ્વજા આરોહણ કરવાની હોવાથી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના ધર્મપત્ની સાથે પૂજા અર્ચના કરીને દ્વારકાધીશને ધજા ચડાવી

આ પણ વાંચો : કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન

દ્વારકાધીશના દર્શન કરી અને પૂજા અર્ચના કર્યા પછી ધજા ચડાવી

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યાર બાદ ધ્વજા આરોહણ બાદ તેઓ રવાના થયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારકાના પ્રવાસે છે. ગઈકાલે દ્વારકાના શિવરાજપુર બીચ પર વિવિધ લોકાર્પણ કાર્ય કર્યા હતા. આજ રોજ વહેલી સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ દ્વારકાધીશના દર્શન કરી અને પૂજા અર્ચના કર્યા પછી દ્વારકાધીશને ધજા ચડાવી હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના ધર્મપત્ની સાથે પૂજા અર્ચના કરીને દ્વારકાધીશને ધજા ચડાવી

આ પણ વાંચો : Dwarka Jagat Mandir Flag: વીજળી પડ્યા બાદ નિયતસ્થાને ધજાનું આરોહણ થયું, ભકતોમાં હર્ષોલ્લાસ છવાયો

કેબિનેટ બેઠકના કારણે ધજા ચડાવીને તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થયા

સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ તેમના ધર્મ પત્નીને દ્વારકા મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારકામાં રાત્રિરોકાણ કર્યું છે અને આજે કેબિનેટ બેઠક હોવાના કારણે દ્વારકાધીશની ધજા ચડાવ્યા પછી તાત્કાલિક ગાંધીનગર ખાતે જવા રવાના થયા છે.

ABOUT THE AUTHOR

...view details