ગુજરાત

gujarat

દેવભૂમિ દ્વારકા: રાવલ ગામમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં યોજી તરણ સ્પર્ધા.. જાણો કેમ?

By

Published : Sep 2, 2020, 1:33 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે સરકારના વિરોધમાં અનોખી તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી. રાવલ ગામમાં છેલ્લાં દોઢ માસથી સતત પાણીમાં ગરકાવ થતાં લોકોને અને ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતોએ ખેતરમાં ભરેલા પાણીમાં તરણ સ્પર્ધા ગોઠવી હતી. ખેતરોમાં 4 થી 6 ફૂટ સુધી ભરેલા પાણીમાં તરણ સ્પર્ધામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.

દેવભૂમિ દ્વારકા:રાવલ ગામમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં યોજી તરણ સ્પર્ધા..જાણો કેમ?
દેવભૂમિ દ્વારકા:રાવલ ગામમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં યોજી તરણ સ્પર્ધા..જાણો કેમ?

દેવભૂમિ દ્વારકાઃ વહીવટીતંત્રને ઝકઝોર કરવાના પ્રયાસરુપ આ તરણ સ્પર્ધામાં વિજેતા થયેલને લોલીપોપનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. હાલ ખેતરોમાં ભરેલ પાણીના કારણે પાક નિષ્ફળ જવાના આરે છે ત્યારે ખેડૂતો એ અનોખો વિરોધ કરી સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ રાવલ ગામ ભારે વરસાદના કારણે ચાર વખત બેટમાં ફેરવાયું હતું. તેમાં સંપર્કવિહોણું બન્યું હતું. હજુ પણ રાવલ ગામના મોટાભાગના ક્ષેત્રોમાં ૫ થી ૬ ફૂટ જેટલું વરસાદી પાણી ભરેલું છે આ વરસાદી પાણીમાં જ ખેડૂતોએ પોતાના ખેતરમાં તરણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં મોટાભાગના ખેડૂતોએ ભાગ લીધો હતો અને વિજેતા ખેડૂતોને લોલીપોપનુ ઇનામ આપવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા:રાવલ ગામમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં યોજી તરણ સ્પર્ધા..જાણો કેમ?
અમરાપર ગામના ખેડૂતોએ પોતાની વેદના રાજ્ય સરકાર સમક્ષ તરણ સ્પર્ધા યોજી હતી. એ મહત્વનું છે કે રાવલ ગામમાં અતિવૃષ્ટિ થવાના કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. ગામમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતો પાયમાલ બન્યાં છે.
દેવભૂમિ દ્વારકા:રાવલ ગામમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં યોજી તરણ સ્પર્ધા..જાણો કેમ?

ABOUT THE AUTHOR

...view details