ગુજરાત

gujarat

દ્વારકા બાર એસોસિએશન દ્વારા નિયમોનુસાર કોર્ટ ચાલુ કરવા માગ

By

Published : Jun 12, 2020, 8:17 PM IST

કોરોના વાઇરસના અઢી માસથી વધુ સમય દરમિયાન વિશ્વમાં ભયંકર મંદીનો માહોલ સર્જાયો છે. ત્યારે દેશના વકીલો પણ કોરોના વાઇરસની મંદીની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસના અઢીથી ત્રણ માસના લોકડાઉનમાં દેશભરની તમામ કોર્ટો સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, ત્યારે દ્વારકા બાર એસોસિએશન દ્વારા નિયમોનુસાર કોર્ટે ચાલુ કરવા માગ કરાઇ છે.

continue the court as per rules
દ્વારકા બાર એસોસિએશન દ્વારા નિયમોનુસાર કોર્ટ ચાલુ કરવા માગ

દ્વારકાઃ કોરોના વાઇરસના અઢી માસ થી વધુ સમય દરમિયાન વિશ્વમાં ભયંકર મંદીનો માહોલ સર્જાયો છે. ત્યારે દેશના વકીલો પણ કોરોના વાઇરસની મંદીની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસના અઢીથી ત્રણ માસના લોકડાઉનમાં દેશભરની તમામ કોર્ટો સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, ત્યારે દ્વારકા બાર એસોસિએશન દ્વારા નિયમોનુસાર કોર્ટે ચાલુ કરવા માગ કરાઇ છે.

દ્વારકા બાર એસોસિએશન દ્વારા નિયમોનુસાર કોર્ટ ચાલુ કરવા માગ

સમગ્ર દેશમાં કોરોનાના કારણે લગાવેલા લોકડાઉન બાદ અનલોક-1માં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે ત્યારે દ્વારકા બાર એસોસિએશને પણ નિયમોનુંસાર કોર્ટ ચાલુ કરવા માગ કરી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વકીલોને વ્યવસાયમા અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઇ છે. વકીલાત સિવાય અન્ય કોઈપણ જાતના ધંધા-રોજગાર ના કરતાં હોવાથી વકીલોને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યોં છે, અને સાથો સાથ કોર્ટમાં કેસના ભરાવા પણ થતા જાય છે. જેથી બાર એસોસિએશને કોર્ટ ચાલુ કરવા માગ કરી છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ પેકેજો જાહેર કરી ગુજરાતમાં તમામ લોકોની આર્થિક મદદ કરવાની જાહેરાત છે. આ પેકેજમાં ગુજરાત રાજ્યના વકીલોને પણ સમાવવામાં આવે અથવા વકીલોને આત્મનિર્ભર યોજના હેઠળ પર્સનલ લોન આપવામાં આવે તેવી દ્વારકા બાર એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details