ગુજરાત

gujarat

જામ ખંભાળિયામાં RTPCR ટેસ્ટમાં વિલંબ, પાંચ-છ દિવસે રિપોર્ટ આવે

By

Published : May 6, 2021, 8:20 AM IST

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારીનો ભરડો ફેલાઈ રહ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં નવી RTPCR ટેસ્ટિંગ લેબની વાતો માત્ર હવામાં જ જોવા મળી રહી છે. જેને કારણે દ્વારકા જિલ્લામાં કોરોના ટેસ્તિંગની તદ્દન ધીમી કામગીરીથી સંક્રમણ વધવાની ભીતિ ઉભી થઇ છે.

RTPCR ટેસ્ટમાં વિલંબ
RTPCR ટેસ્ટમાં વિલંબ

  • ટેસ્ટના પરિણામની કામગીરી તદ્દન ધીમી
  • RTPCR ટેસ્ટના સેમ્પલ અપાયા પછી પાંચ-છ દિવસે રિપોર્ટ આવે
  • ટેસ્ટિંગ લેબ અને સિટીસ્કેન મશીનની તાત્કાલિક જરૂર

દેવભૂમિ દ્વારકા:સમગ્ર દેશ અને રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકામાં પણ કોરોનાનું વધતું સંક્રમણ હવે નાગરિકો માટે ચિંતાની સાથે ભયંકર બની રહ્યું છે, ત્યારે આ વચ્ચે અમુક જગ્યાએ સરકારી આરોગ્ય તંત્ર ટૂંકું પડેલું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. દ્વારકા જિલ્લામાં કોરોના ટેસ્ટના પરિણામની તદ્દન ધીમી કામગીરીથી સંક્રમણ વધે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

RTPCR ટેસ્ટમાં વિલંબ

આ પણ વાંચો : મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ

RTPCR ટેસ્ટના સેમ્પલ અપ્યાના પાંચ-છ દિવસ પછી રિપોર્ટ આવે છે

દ્વારકા જિલ્લામાં RTPCR ટેસ્ટના સેમ્પલ અપાયા પછી પાંચ-છ દિવસ પછી તેના રિપોર્ટ આવે છે. આ સમયગાળામાં કોરોના સંક્રમિત દર્દી અન્ય અનેક લોકોના સંપર્કમાં આવતા તેનું સંક્રમણ વધે તેવી ભિતી સર્જાતી જોવા મળી શકે છે. આ બાબતે લોકોમાં અને કોંગ્રેસના સેવાભાવી એવા દેવું ગઢવીએ ટેસ્ટિંગ લેબ અને સિટીસ્કેન મશીનની તાત્કાલિક જરૂરિયાત હોવાનું ETV BHARATને જણાવ્યું હતું.
આ પણ વાંચો : હવે ગાંધીનગર મેડિકલ કોલેજમાં પણ કોરોના વાઈરસ ટેસ્ટિંગ લેબ શરૂ

ABOUT THE AUTHOR

...view details