ગુજરાત

gujarat

બેટ-દ્વારકામાં દાંડીવાલા હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી

By

Published : Apr 8, 2020, 1:02 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ-દ્વારકામાં પ્રસિદ્ધ હનૂમાન દાંડીવાલા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

બેટ-દ્વારકામાાં દાંડીવાલા હનુમાનજીની જયંતિની સાદગી પુર્વક ઉજવણી
બેટ-દ્વારકામાાં દાંડીવાલા હનુમાનજીની જયંતિની સાદગી પુર્વક ઉજવણી

દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસ વધતા જાય છે અને સરકારના નિયમ મુજબ તમામ લોકોએ પોતાના ઘરે રહીને જ ધાર્મિક તહેવારો ઊજવવા જેથી આ કોરોના વાઇરસનો ફેલાવો અટકાવી શકાય.

લોકોના સારા સ્વાસ્થ્ય અને સરકારના લોકડાઉનના નિયમને જાળવવા બેટ-દ્વારકાના પ્રસિદ્ધ હનૂમાન દાંડીવાલા હનુમાનજી મહારાજ સાથે તેમના પુત્ર મકરધ્વજજી મહારાજના મંદિરે હનુમાન જયંતિની સાદગી પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજે વહેલી સવારે પવનપુત્ર હનુમાનજીની પૂજા આરતી કરવામાં આવી હતી. પૂજારી અને ટ્રસ્ટી પરિવાર દ્વારા બે થી ત્રણ લોકોને મંદિર પરિસરમાં જઈને ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details