ગુજરાત

gujarat

ડાંગનાં બારીપાડા ગામમાં પાણીની પાઇપલાઇન હોવા છતાંય મહિલાઓ બોરિગ ઉપર પાણી ભરવા મજબુર

By

Published : Apr 24, 2021, 11:48 AM IST

ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બારીપાડા ગામે પાઇપલાઈન શોભાનાં ગાઠીયા સમાન બનતા ગામની મહિલાઓ બોર પાસે લાંબી લાઈનોમાં ઊભાં રહી પાણી ભરવા મજબુર બની છે.

water
ડાંગનાં બારીપાડા ગામમાં પાણીની પાઇપલાઇન હોવા છતાંય મહિલાઓ બોરિગ ઉપર પાણી ભરવા મજબુર

  • બારીપાડા ગામે પાણીની સમસ્યા
  • પાઇપલાઇન બનાવી પરંતુ કૂવો બનાવવામાં આવ્યો નથી
  • પાઇપલાઇન હોવા છતાંય પાણી માટે બોરિગ ઉપર લાંબી લાઈનો

ડાંગ: સૂર્ય દેવતા આજકાલ આકાશમાંથી આગ વરસાવી રહ્યા છે. ઉનાળામાં દરેક લોકોને પાણીની જરુર સૌથી વધુ પડતી હોય છે. ડાંગ જિલ્લામાં અમુક ગામડાઓમાં બોર, કુવાનાં તળિયા સુકાવાની સાથે ધીમે ધીમે પાણીની અછત સર્જાવા લાગી છે. આહવા તાલુકાના બારીપાડા ગામે પાણીની પાઇપલાઇન બન્યાં બાદ પણ ઘર ઘર પાણી મળતું નથી જેનાં કારણે ગામમાં પાણીની ભારે તંગી સર્જાવા લાગી છે.

બારીપાડા ગામે પાણીની પાઇપલાઇન શોભના ગાંઠિયા સમાન

કુવામાં પાણી હોય તો હવાડામાં આવે,આ કહેવત ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ બારીપાડા ગામને લાગુ પડે છે. બારીપાડા ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પાણી પુરવઠાનાં વાસમો દ્વારા પાઇપલાઇન ગોઠવી ઘર ઘર નળ કનેક્શન આપવામાં આવ્યા છે. ગામમાં પાઇપલાઇન તો બનાવી દેવામાં આવી છે પરંતુ કૂવો જ બનાવવામાં આવ્યો નથી. બારીપાડા ગામમાં ઘર ઘર નળ કનેક્શન શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

આ પણ વાંચો :ઉનાળાની શરૂઆત થતા જ જેશોરના જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ


ગામમાં પાઇપલાઇન હોવા છતાંય બોરિંગ ઉપર મહિલાઓની લાંબી લાઈનો

ગામની બહેનોને ગામમાં પાઇપલાઇન હોવા છતાંય બોરિંગ ઉપર લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહીને પાણી ભરવુ પડી રહ્યુ છે.બોરિંગ ઉપર કલાકે વારો આવતો હોય અહી પાણીની રાહ જોઈને બેસી રહેવુ પડે છે. આશરે 300 ઘરો ધરાવતા બારીપાડા ગામમાં દૂર દૂરથી મહિલાઓને બોરિગ ઉપર પાણી ભરવા આવવુ પડે છે.

આ પણ વાંચો :બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ "બનાસ જળ શક્તિ અભિયાન"


પાઇપલાઇન બન્યાં બાદ કૂવો પણ જરૂરી - ગામનાં આગેવાનો

બારીપાડા ગામનાં આગેવાન સંતોષભાઈ ભુસારા અને બારીપાડાના સભ્ય ભગુભાઈ જણાવે છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન ગોઠવી દેવામાં આવી છે.વાસમો દ્વારા કૂવો પણ ગામમાં મંજુર થઈ ગયો હતો. પરંતુ જે હજી સુધી બનાવવામાં આવ્યો નથી. કૂવો ના બન્યો હોવાનાં કારણે પાઇપલાઇનનો કોઈ અર્થ રહેતો નથી. તેમનું કહેવુ છે કે પાઇપલાઇન સાથે કૂવો પણ જરૂરી છે.જેથી ગ્રામજનો ઘરબેઠા નળ કનેક્શન દ્વારા પાણી મેળવી શકે. મહિલાઓ બોરિગ ઉપર પાણી ભરવા માટે જયા જાય છે, ત્યા પાણીની રાહ જોવામાં આખો દિવસ વીતી જાય છે. તેમની માંગ છે કે વાસ્મોનાં અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરે તે જરૂરી બની ગયુ છે.

પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ કામગીરીથી ભાગી રહ્યા છે.

વાસ્મોનાં નાયબ કાર્યપાલક ઈજનેર એચ.બી ઢીમ્મર જણાવે છે કે વાસ્મો અંતર્ગત માત્ર ઘર ઘર નળ કનેક્શનની કામગીરી કરવામાં આવે છે. જ્યારે સોર્સ કુવાની કામગીરી હાલમાં પાણી પુરવઠાનું બોર્ડ વિભાગ કરે છે. જેથી બારીપાડાની સમસ્યા અંગે અમારા દ્વારા સોર્સ બોર્ડ વિભાગને જણાવી સમસ્યા હલ કરાશેનું જણાવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details