ગુજરાત

gujarat

ડાંગ જિલ્લામાં હાલમાં ખેતીલાયક વરસાદ ન પડતા જગતનો "તાત" ચિંતાતુર .....

By

Published : Jul 10, 2020, 6:55 PM IST

ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂઆત કરી હતી પરંતુ હાલ વરસાદ ન થવાથી ડાંગી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ડાંગ જિલ્લામાં હાલમાં ખેતીલાયક વરસાદ ન પડતા જગતનો "તાત" ચિંતાતુર .....
ડાંગ જિલ્લામાં હાલમાં ખેતીલાયક વરસાદ ન પડતા જગતનો "તાત" ચિંતાતુર .....

ડાંગ જિલ્લામાં ગત 5 દિવસથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે. શરૂઆતમાં બે દિવસ ધોધમાર વરસાદ વરસી જતા ખેડૂતોએ વિધિવત રીતે ડાંગરની રોપણીની શરૂઆત કરી હતી. પરંતુ હાલમાં રોપણી લાયક વરસાદ ન થતા ડાંગી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગત પાંચ દિવસથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે શુક્રવારે સમગ્ર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક તડકો તો ક્યાંક બફારાવાળુ વાતાવરણ તો ક્યાંક ઝરમરીયો વરસાદ જોવા મળ્યો હતો.

ડાંગ જિલ્લામાં હાલમાં ખેતીલાયક વરસાદ ન પડતા જગતનો "તાત" ચિંતાતુર .....

હાલમાં ડાંગ જિલ્લામાં ડાંગરનાં ધરૂ મોટા થઈ જઈ રોપણી લાયક બની ગયા છે, તેવામાં હાલમાં ડાંગરની રોપણી લાયક વરસાદ ન વરસતા ખેડૂતો આસપાસનાં કૂવા અથવા બોર તેમજ કોતરડાઓમાં સંગ્રહ થયેલા પાણીની જગ્યાએ મશીન પંપ ગોઠવી પાઇપલાઈન દ્વારા ખેતરોનાં કયાંરાઓમાં કાદવલાયક પાણી ભરી રોપણી કરવા માટે મજબૂર બન્યા છે.

5 દિવસ પહેલા ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી જતા ડાંગી ખેડૂતતો ખુશહાલ બની ડાંગરનાં રોપણીની શરૂઆત કરી હતી. બાદમાં ઋતુચક્રનાં વરસાદે પણ ગતકડા કરતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે.

ડાંગમાં લગભગ 100% ખેડૂતો ચોમાસામાં ડાંગરની ખેતી કરતા હોય છે અને ડાંગરની રોપણી માટે વધારે પ્રમાણમાં વરસાદની જરૂરિયાત ઉભી થતી હોય તેવામાં છેલ્લા પાંચ દિવસથી રોપણી લાયક વરસાદ ન પડતા જગતનો તાત ચિંતાતુર બની વધારે વરસાદ માટે નિલગગન આભલા તરફ તાકી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details