ગુજરાત

gujarat

ડાંગના કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

By

Published : May 8, 2021, 4:38 PM IST

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામથી ઉખાટીયા જતા રસ્તાનાં ગરનાળામાં કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધની લાશ કોહવાયેલ હાલતમાં મળી આવતા સાપુતારા પોલીસની ટીમે આ લાશનો કબજો લઈને વધુ તજવીજ હાથ ધરી છે.

ડાંગના કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો
ડાંગના કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ડાંગના કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ઉખાટીયા જતા રસ્તાનાં ગરનાળામાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો

પરિવારજનોએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી

ડાંગ:આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામથી ઉખાટીયા જતા રસ્તાનાં ગરનાળામાં કામદ ગામનાં 70 વર્ષીય વૃદ્ધની લાશ કોહવાયેેલી હાલતમાં મળી આવતા સાપુતારા પોલીસની ટીમે આ મૃતદેહ કબજામાં લઈને વધુ તજવીજ હાથ ધરી છે.

મૃતદેહ
મહારાષ્ટ્ર જવા નિલકેળ વૃદ્ધનો મૃતદેહ જંગલના ગરનાળામાં મળી આવ્યોપોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ કામદ ગામનાં રાયજુભાઈ લક્ષમણભાઈ પવાર ઉંમર 70 જેઓ ગત તા.27-04-2021નાં રોજ સવારે અગિયાર વાગ્યાનાં અરસામાં ઘરે દીકરાને જણાવી મહારાષ્ટ્રનાં લાખાલી ગામમાં લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા. 70 વર્ષીય વૃદ્ધ કામદ ગામથી મહારાષ્ટ્રનાં લાખાલી ગામ તરફ જવા માટે પગદંડી માર્ગે નીકળ્યા હતા. અહીં બે-ત્રણ દિવસ પછી પોતાના બાપુજી મહારાષ્ટ્રનાં લાખાલી ગામે ગયેલા છે કે કેમ તે બાબતે નાના ભાઈએ મોટાભાઈને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે, બાપુજી અહી આવેલ નથી.જેથી તેઓએ સગા સંબધીઓમાં તપાસ હાથ ધરી હતી. તેવામાં ગલકુંડ ગામથી ઉખાટીયા રસ્તાના જંગલ વિસ્તારમાં આવેલા ગરનાળામાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાા અમો ઘટના સ્થળે દોડી ગયા હતા.

વૃદ્ધ વ્યક્તિના પરિવારજનોએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ઘટના સ્થળે આ લાશ પોતાના બાપુજીની હોવાનું માલુમ પડતા તેઓએ સાપુતારા પોલીસ મથકે જાણ કરી હતી.ગલકુંડ-ઉખાટીયા ગરનાળા જંગલ વિસ્તારમાં કોહવાયેલી લાશ મળી આવી હોવાની જાણ સાપુતારા પોલીસ મથકનાં નરેેેશ.ડી. પરમારને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સાપુતારા પોલીસ મથકનાં નવલસિંહ પરમારે આ કોહવાયેલી મૃતદેહનો કબજો મેળવીને તેનુ પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details