ગુજરાત

gujarat

ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પ્રવાસીનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

By

Published : Feb 24, 2021, 10:53 PM IST

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર- ગુજરાતનાં બોર્ડર પર ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા પ્રવાસીનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Dang
Dang

  • મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક
  • ડાંગ વહીવટી તંત્ર એલર્ટ બન્યું
  • આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરાઇ

ડાંગ : જિલ્લાનાં સરહદીય વિસ્તારની 6 ચેકપોસ્ટ પર આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાઈરસનાં કેસને ધ્યાને લઇને ડાંગ વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. ડાંગ જિલ્લાની મહારાષ્ટ્રને જોડતી કુલ 6 બોર્ડર ચેકપોસ્ટમાં સાપુતારા, મોટામાંળુગા, ચીંચલી, ઝાકરાઈબારી, સિંગાણા, ગલકુંડ ખાતે આજે બુધવારેથી આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

ગુજરાત- મહારાષ્ટ્ર બોર્ડર પર મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

આરોગ્યકર્મીઓને બોર્ડર ચેકપોસ્ટ પર તૈનાત કરાયાં

આજે બુધવારે જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને જિલ્લાનાં આરોગ્યકર્મીઓને ડાંગ જિલ્લાની મહારાષ્ટ્ર સરહદને જોડતી ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યાં છે. ડાંગ આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા દરેક ચેક પોસ્ટ ઉપર બહારથી આવનારા પ્રવાસીને સ્ક્રિનિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જ્યાં સુધી બીજો આદેશ આપવામાં ન આવે, ત્યાં સુધી જિલ્લાની તમામ 6 બોર્ડર પર આરોગ્યકર્મીઓને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

ચૂંટણીને લઈને પોલીસ પણ બોર્ડર પર તૈનાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બોર્ડર વિસ્તારનાં ચેક પોસ્ટ પર ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જે. આઈ. વસાવાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અહીં પોલીસ અને આરોગ્ય કર્મીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો, કોવિડની ગાઇડલાઈન અનુસરવા આરોગ્ય વિભાગના સૂચનો

ડાંગ જિલ્લામાં છેલ્લાં 20 દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જેથી ડાંગવાસીઓએ કોરોનાનાં સંક્રમણને રોકવા માટે માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ, બહારથી આવેલા વ્યક્તિઓની માહિતી જિલ્લા વહીવટી તંત્રની ટીમને આપવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ અને રોગચાળા નિયત્રંણ અધિકારી ડૉ. ડી. સી. ગામીતે અનુરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details