ગુજરાત

gujarat

આહવા કોલેજના NSSના સ્વંયસેવકો ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ જાગૃતિ ફેલાવશે

By

Published : Jun 17, 2021, 8:28 AM IST

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે તથા પ્રજાજનોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે 'વેક્સિનેસન' જ અસરકારક છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ શ્રેણીબદ્ધ જનજાગૃતિ કાર્યક્રમોના સથવારે અસરકારક રસીકરણ તરફ તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ જાગૃતિ
ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ જાગૃતિ

  • ડાંગ જિલ્લામા જોર પકડતુ 'રસીકરણ જનજાગૃતિ અભિયાન'
  • આહવા કોલેજના NSSના સ્વયંસેવકો ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અંગેની સમજ
  • વેક્સિનેસન અંગે લોકોની ગેરમાન્યતાઓ દૂર કરવી જરૂરી

ડાંગ : આહવા સ્થિત આર્ટ્સ અને કોમર્સ કોલેજના NSSના સ્વયંસેવકો મારફતે રસીકરણ અંગેની સાચી સમજ ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવાનો એક સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો હતો. આરોગ્ય વિભાગના આર.સી.એચ.ઓફિસર ડૉ.સંજય શાહે યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો.

આ પણ વાંચો : વડોદરા: ગોરવા વિસ્તારમાં રહેતી મહિલા વેકસીન લીધા પછી ચુમકીય બની

ગ્રામજનોને વેળાસર રસી મળી જાય તેવા હકારાત્મક પ્રયાસો

વેક્સિનેસન બાબતે ગ્રામ્ય કક્ષાએ પ્રવર્તતી જુદી-જુદી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ વગેરે બાબતે હકીકતલક્ષી જાણકારી પુરી પાડીને ગ્રામજનોને વેળાસર રસી મળી જાય તેવા હકારાત્મક પ્રયાસો કરવાની તેમને અપીલ કરી હતી. કોરોનાનો મક્કમતાપૂર્વક સામનો કરવો હશે તો રસીકરણ જ છેવટનો ઉપાય છે. તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : મહીસાગર જીલ્લામાં 3.80 લાખ નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી

12 યુવાનોએ સ્થળ પર જ 'વેક્સિન' લઈ અન્યોને પ્રેરણા પુરી પાડી

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યુ.કે.ગાંગુર્ડે, અને ડૉ.જગદીશ ચૌહાણે કોરોનાને કારણે ઉદ્દભવેલા પડકારો, અને તેને નિવારવાના ઉપાયો અંગે વિસ્તૃત છણાવટ કરી યુવાનો મારફત ગ્રામિણજનો સુધી સાચી જાણકારી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ વેળા વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એ.જી.ધારીયા સહિત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. પ્રશાંત વાડીકર, ગાઢવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. કિંજલ પટેલ અને તેમની ટીમ, કોલેજના પ્રાધ્યાપકો, NSSના સ્વયંસેવકો વગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા અદા કરી હતી. આ દરમિયાન ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓ પૈકી 12 યુવાનોએ સ્થળ પર જ 'વેક્સિન' લઈ અન્યોને પ્રેરણા પુરી પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details