ગુજરાત

gujarat

ડાંગના સુપદહાડ ગામેં રાજકોટના શખ્સ તણાઈ જતાં મોત

By

Published : Jul 21, 2021, 10:19 PM IST

ડાંગ માં મેઘમહેર યથાવત
ડાંગ માં મેઘમહેર યથાવત

ડાંગ જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આથી, સૂપદહાડ અને ઘોડવહળ કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં 3 ગામો સંપર્ક વિહોણા બન્યાં હતા. આ દરમિયાન, સૂપદહાડ કોઝ-વે ઉપર બાઇક ચાલક શખ્સનું તણાઈ જવાથી મોત નીપજ્યું હતું.

  • ડાંગ જિલ્લામાં મેઘમહેર યથાવત
  • ભારે વરસાદનાં કારણે સૂપદહાડ કોઝ-વે પાણીમાં ગરકાવ
  • કોઝ-વે પરથી પસાર થનાર યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત

ડાંગ :જિલ્લાનાં વઘઇ તાલુકાના સુપદહાડ ગામે આજે બુધવારે બપોરે 1 વાગ્યે સુમારે અંબિકા નદી પર આવેલા કોઝ-વે ઉપર ફરી વળેલા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતા, એક બાઈક ચાલકનુ તણાઈ જવાથી મોત નિપજવા પામ્યુ છે.

રાજકોટનાં શખ્સનું પાણીમાં ડૂબી જવાથી મોત

જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, મૃત્યુ પામનાર શખ્સ રાજકોટ જિલ્લાનો વતની હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ડાંગ જિલ્લામા પડી રહેલા સતત વરસાદને કારણે જિલ્લાના વઘઇ તાલુકાની અંબિકા નદી ઉપરના 2 જેટલા લો લેવલ કોઝ-વે આજે બુધવારે 4 વાગ્યે ઓવર ટોપિંગ થવાને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો હતો.

ડાંગ માં મેઘમહેર યથાવત

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત

ભારે વરસાદનાં કારણે જિલ્લાનાં 3 કોઝ-વે પાણીમાં ગરકાવ

ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, વઘઇ તાલુકાના સુપદહાડ-સૂર્યા બરડા, ઘોડવહળ તથા નાનાપાડા-કુમારબંધ માર્ગ વરસાદી પાણીને કારણે બંધ કરવામાં આવ્યા હતા. આ માર્ગેથી આવજાવ કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ પણ કરાયો છે.

કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં વૈકલ્પિક માર્ગ માટે લોકોને અનુરોધ

અસરગ્રસ્ત માર્ગો પૈકી સુપદહાડ-સૂર્યાબરડા રોડ બંધ થતા આ માર્ગે આવતા સુપદહાડ, મોટાબરડા, લ્હાનબરડા, અને સૂર્યાબરડા ગામોના વાહન ચાલકો દગુનિયાના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકે છે, જ્યારે નનાપાડા-કુમારબંધ માર્ગ ઉપર આવતા કુમારબંધ અને બોરદહાડ ગામના લોકો આહેરડી-બોરદહાડ રોડનો ઉપયોગ કરી શકે છે.

ડાંગ માં મેઘમહેર યથાવત

સુબિરમાં 33 MM વરસાદ નોંધાયો

ઉલ્લેખનિય છે કે, આજે બુધવાર સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ડાંગ જિલ્લાના આહવા તાલુકામા 27 MM, વઘઇ 28 MM, સુબિર 33 MM અને સાપુતારા ખાતે 28 MM વરસાદ નોંધાવા પામ્યો છે.

આ પણ વાંચો:બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેકડેમમાં ડૂબી જવાથી મોત

જિલ્લામાં વરસાદનાં કારણે નાના જળ ધોધ સક્રિય

છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા એકધારા વરસાદને કારણે જિલ્લાની નદીઓમા નવા નીર વહેતા થયા છે. આ સાથે અહીંના નાનામોટા જળધોધ પણ પુન:જીવિત થતા પર્યટકોની અવરજવર શરૂ થઈ ચૂકી છે, ત્યારે સાવચેતી એ જ સલામતીના મૂળમંત્ર સાથે સૌને પ્રસાશનિક પ્રયાસોમા સહકારની અપીલ કરવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details