ગુજરાત

gujarat

ડાંગમાં કોરોનાગ્રસ્ત ગામમાં ઉકાળાનું વિતરણ

By

Published : May 11, 2021, 6:00 PM IST

ડાંગ જિલ્લાની જિલ્લા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તથા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા મારફત ગ્રામિણજનોને આયુર્વેદનું સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવી રહ્યું છે.

Dang
Dang

  • ડાંગમાં મારુ ગામ, કોરોના મુક્ત ગામ અભિયાન
  • કોરોના ગ્રસ્ત ગામોમાથી કોરોનાને 'ગામવટો' આપવા અમૃતપેય ઉકાળાનું વિતરણ
  • શક્તિવર્ધક શમશમની વટીનું વિતરણ

ડાંગ:રાજ્ય સમસ્તમાં ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલા 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' જનઅભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામા પણ વ્યાપક જનસમર્થન સાથે આ અભિયાન આગળ વધી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાની જિલ્લા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, તથા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા મારફત ગ્રામિણજનોને આયુર્વેદનું સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવી રહ્યું છે.

ડાંગમાં મારુ ગામ, કોરોના મુક્ત ગામ અભિયાન
ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ગ્રામજનોને અપાઈ રહ્યુ છે આયુર્વેદનુ સુરક્ષા કવચ

કોરોના સામેના જંગમા જ્યાં એક તરફ કોરોના દર્દીઓની રાજ્ય સરકારના આરોગ્યકર્મીઓ મારફત સેવા, સુશ્રુષા થઈ રહી છે, ત્યાં બીજી તરફ આવા દર્દીઓના વિસ્તારમા રહેતા અન્ય પ્રજાજનોના સ્વાસ્થ્ય ઉપર આયુર્વેદ તબીબો ચાંપતી નજર રાખી રહ્યા છે.

કોરોના સામે લડવા ડાંગ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ નો સ્ટાફ પ્રજાને કવચ પૂરો પાડી રહ્યા છે

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક (આયુષ) ભાવનાબેન પટેલના સફળ નેતૃત્વ હેઠળ જન સામાન્યની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાંગ જિલ્લામા વૈધ બર્થા પી. પટેલ (વૈધ પંચકર્મ) કે જેઓ જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળે છે તેમની રાહબરી હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનાના વૈદ્યકીય તબીબો પણ ખડે પગે સેવા બજાવી રહ્યા છે. ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આયુર્વેદની શમશમની વટી કે હોમિયોપેથીની આર્સેનિક આલ્બ-30 હોય, કે પછી અમૃતપેય ઉકાળાનું વિતરણ હોય. દરેક મોર્ચે આ તબીબોએ ખભેખભા મિલાવીને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રજાજનોને કવચ પુરુ પાડી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં ડોર-ટુ-ડોર ઉકાળાનું વિતરણ ચાલુ

કોરોનાની કહેવાતી બીજી લહેર દરમિયાન અસરગ્રસ્ત થયેલા ડાંગ જિલ્લાના બોરખેત, ગોંડલવિહીર, ચનખલ, દિવાનટેમ્બરૂન, જામલાપાડા, ગાઢવી, પિમ્પરી, હનવતચોન્ડ, જેવા ગામોમા ડોર-ટુ-ડોર જઈને 'અમૃતપેય' ઉકાળાના વિતરણ સાથે આયુર્વેદિક દવાઓનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે. આ કાર્યમા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સ્વયં સેવકો સહિત સ્થાનિક આરોગ્યકર્મીઓ, ગામની આશા, આંગણવાડી વર્કર અને હેલ્પર સહિત સેવાભાવી ગ્રામજનો મદદરૂપ થઇ રહ્યા છે.

ડાંગના મુખ્ય મથક આહવામાં રોજ દવાઓ અને ઉકાળાનું વિતરણ

કોરોના અસરગ્રસ્ત ગામો ઉપરાંત આહવાની સિવિલ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ, જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, આહવા ટાઉન પોલીસ સ્ટેશન, ડેસિગ્નેટેડ કોવિડ કેર સેન્ટર, કોવિડ કેર સેન્ટર જેવા સ્થળોએ પણ રોજિંદા અમૃતપેય ઉકાળાનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યુ છે. સાથે-સાથે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે દૈનિક ધોરણે અમૃતપેય ઉકાળા સહિત રોગપ્રતિકારક શક્તિવર્ધક 'શમશમની વટી'નું વિતરણ કરવામા આવી રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details