ગુજરાત

gujarat

ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 8 કેસો નોંધાયા, 7 દર્દી ડિસ્ચાર્જ થયા

By

Published : May 8, 2021, 9:00 PM IST

ડાંગ જિલ્લામા આજે શનિવારે કોરોનાના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 7 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ડાંગ કોરોના અપડેટ
ડાંગ કોરોના અપડેટ

  • ડાંગ જિલ્લામાં 7 દર્દીઓને રજા અપાઈ
  • નવા 8 કેસ સાથે કુલ કેસ 574, એક્ટિવ કેસ 85
  • ડાંગમાં હાલ 901 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 574 કેસ નોંધાયા છે. જે પૈકી 489 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 85 કેસ એક્ટિવ છે. એક્ટિવ કેસો પૈકી 13 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા અને 2 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે તથા 70 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

ડાંગમાં હાલ 901 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા

કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 901 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 9,575 વ્યક્તિઓના હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 95 કન્ટેઈન્મેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 309 ઘરોને આવરી લઈ 1,363 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 90 બફર ઝોન (એક્ટિવ)માં 502 ઘરોને સાંકળી લઈ 2,165 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં 5 પોઝિટિવ, 14 ડિસ્ચાર્જ

કોરોના વાઈરસ ટેસ્ટ માટેના 189 સેમ્પલ કલેક્ટ કરાયા

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 41 RT-PCR અને 148 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 189 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 41 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામા આજદિન સુધી કુલ 47,194 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.

જિલ્લામાં આજે 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા

આજે નોંધાયેલા 8 પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો આહવા ખાતે 2, જામનવિહિર 2, જામલપાડા, વઘઇ, ભેંસકાતરી અને સાપુતારા ખાતે એક એક કેસ નોંધાયા છે. વેક્સિનેસનની વિગતો જોઈએ તો જિલ્લામાં આજદિન સુધી 2,101 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4,845 (96 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો અને 27,576 (45+) 47 ટકા નાગરિકો મળી કુલ 34,522 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details