ગુજરાત

gujarat

લોકડાઉનમાં 5 મહિના સુમસામ રહેલો દમણનો દરિયાકાંઠો ફરી પ્રવાસીઓના કલશોરથી ગુંજી ઉઠ્યો

By

Published : Sep 7, 2020, 10:08 AM IST

સંઘપ્રદેશ દમણમાં કોરોના મહામારીના લોકડાઉનના 5 મહિના બાદ અન્ય રાજ્યના પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેને કારણે ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓથી દમણનો દરિયા કાંઠો 5 મહિના બાદ પ્રવાસીઓના કલશોરથી ગુંજી ઉઠ્યો છે. રવિવારે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં.

daman
daman

દમણ: કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખી લોકડાઉનના 5 મહિના સુધી અન્ય રાજ્યના લોકો માટે પ્રવેશ નિષેધ હતો. જે હવે હટાવી લેવામાં આવ્યાં બાદ ફરી દમણમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું છે. રવિવારે દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ, દેવકા બીચ અને સી-ફેસ જેટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો કલશોર ગુંજયો હતો.

લોકડાઉનમાં 5 મહિના સુમસામ રહેલો દમણનો દરિયાકાંઠો ફરી પ્રવાસીઓના કલશોરથી ગુંજી ઉઠ્યો
દમણમાં આવેલા પ્રવાસીઓમાં મોટાભાગના પ્રવાસીઓ ગુજરાત અને મુંબઈના હતાં. જેઓ પોતાના બાળકો સાથે દમણના દરિયાના ઉછળતા મોજામાં બે ઘડી મોજમસ્તીનો આનંદ માણવા આવ્યાં હતા. ઘણા પ્રવાસીઓ સાથે રમતગમતના સાધનો લાવી બીચ પર વોલીબોલ સહિતની રમતો રમ્યા હતાં તો કેટલાક પ્રવાસીઓ પોતાના પાલતુ ડોગને પણ બીચ પર લાવી તેની સાથે મસ્તીભર્યો રવિવાર પસાર કર્યો હતો. અન્ય કેટલાક પ્રવાસીઓએ પોતાના મિત્રો સાથે દરિયાના સાનિધ્યમાં યાદગીરી રૂપે ફોટા પડાવ્યા હતાં. ભીની રેતીમાં અને ઉછળતા દરિયાના મોજામાં છબછબીયાં કર્યા હતાં. તો, ગૃહિણીઓ માટે આ પ્રવાસ 5 મહિના બાદ ઘરમાંથી બહાર નીકળી ખુલ્લી હવાનો એહસાસ કરવા ગૃહિણીઓએ પણ પોતાના પરિવાર સાથે બીચ પર રવિવારની સાંજ પસાર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details