ગુજરાત

gujarat

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

By

Published : Dec 19, 2020, 6:50 PM IST

દમણમાં શનિવાર અને 19 ડિસેમ્બરે દમણના મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1961માં દમણને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળ્યા બાદ આજે 60મો મુક્તિ દિવસ હતો. જે નિમિત્તે કલેકટર રાકેશ મીનહાસે મોટી દમણ જેટી ખાતે તિરંગાને સલામી આપી દમણના વિકાસની ગાથા રજૂ કરતું પ્રજાજોગ સંબોધન કર્યું હતું.

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી
દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

  • દમણનો આજે મુક્તિ દિવસ
  • 1961માં દમણ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયુ હતું
  • 6 દાયકામાં દમણે ખૂબ પ્રગતિ કરી છે

દમણ: 19મી ડિસેમ્બરે સંઘપ્રદેશ દમણના 60મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી દમણ જેટી પર કરવામાં આવેલી ઉજવણી પ્રસંગે દમણ કલેકટર રાકેશ મીનહાસના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેકટરે 60માં મુક્તિ દિવસની ઉજવણી પ્રસંગે દમણવાસીઓને શુભેચ્છા પાઠવી પ્રશાસને અત્યાર સુધીમાં કરેલા વિકાસના કાર્યો અને આવનારા સમયમાં થનારા વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી.

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

દમણ કલેકટરે તિરંગાને સલામી આપી

દમણના 60મા મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રશાસન દ્વારા મોટી દમણ જેટી પર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. 60મા મુક્તિ દિવસ નિમિત્તે સરકારી અધિકારીઓ, દમણ સાંસદ સાહિતના રાજકીય પદાધિકારીઓ, નાગરિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપસ્થિતિમાં દમણ કલેકટર રાકેશ મીનહાસે રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી અને દમણ પર પોર્ટુગીઝ શાસન કઈ રીતે સ્થપાયું તેના પહેલા કોનું શાસન હતું તે અંગે ઇતિહાસના પ્રસંગોને પોતાના વક્તવ્યમાં વર્ણવ્યા હતા.

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

મુક્તિ દિવસની શુભકામના પાઠવી

તિરંગાને સલામી આપ્યા બાદ કલેકટરે પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં દમણમાં પ્રવાસન્નક્ષેત્રે, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે નાગરિકોની સુખાકારી માટે પ્રશાસને હાથ ધરેલા કરોડોના પ્રોજેકટની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

પ્રશાસક પ્રફુલ પટેલના શાસનમાં કરોડોના વિકાસના કાર્યો થયા

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે સંઘ પ્રદેશ પોર્ટુગીઝ શાસન બાદ સતત પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે નાગરિકો પણ નાગરિકોના કામ આવે વિકાસમાં સહયોગ આપે તે જ પ્રદેશની સાચી મુક્તિ દિવસની ઉજવણી છે.

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની જાહેરાત કરી

તો, આવનારા દિવસોમાં દમણના 2000 ઉદ્યોગોમાં આવતા ટ્રક ચાલકો માટે ભીમપોરમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની, પ્રવાસન્નક્ષેત્રે વધુ વિકાસ સાધવાનો, આરોગ્ય શિક્ષણક્ષેત્રે લોકોને ઉત્તમ સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી હતી.

દમણના મુક્તિ દિવસ નિમિતે કલેકટરે તિરંગાને સલામી આપી દમણવાસીઓને શુભેચ્છા પાઠવી

સ્વતંત્રતા સેનાનીઓને શુભેચ્છા પાઠવી

મુક્તિ દિવસના કાર્યક્રમમાં દમણને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવનાર સ્વાતંત્ર્ય સેનનીઓને મળીને કલેકટરે તમામને શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details