ગુજરાત

gujarat

દાદરા નગર હવેલી, દમણ અને દીવના ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે સિમ્પલ કાંટેલાની પસંદગી

By

Published : Jul 23, 2020, 3:01 PM IST

દાદરા નગર હવેલી, દમણ અને દીવના ભાજપના મહિલા મોરચા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના સક્રિય મહિલા કાર્યકર્તા સિમ્પલ કાટેલાની પસંદગી કરી નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

dmn
dmn

દમણ: દમણ ભાજપ કાર્યાલય ખાતે બુધવારે દમણ દીવ અને દાદરા નગર હવેલી ભાજપના મહિલા મોરચા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના સક્રિય મહિલા કાર્યકર્તા સિમ્પલ કાટેલાને સર્વાનુમતે મહિલા મોરચાના પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભાજપના મહિલા મોરચા પ્રમુખ

નવા નિમાયેલા મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલ કાંટેલા દામિની વુમેન્સ ફાઉન્ડેશન નામની ખાનગી સંસ્થા પણ ચલાવે છે. અને એક વાર દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખનું પદ પણ શોભાવી ચુક્યા છે.

ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે સિમ્પલ કાંટેલાની પસંદગી

સિમ્પલબેને આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેઓ પાર્ટીના આદેશો મુજબ ત્રણેય પ્રદેશોમાં કાર્ય કરશે, તેમજ કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો લાભ જાહેર જાનતા સુધી પહોંચે અને ત્રણેય પ્રદેશોની મહિલાઓને પાર્ટીમાં કાર્યકર્તા બનાવવા માટે મહેનત કરશે.

કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ, દમણ સાંસદ લાલુ પટેલ સહિત ભાજપ પાર્ટી કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ નવનિયુક્ત મહિલા પ્રમુખને શુભકામનાઓ પણ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details