ગુજરાત

gujarat

દમણમાં નમાઝ પઢવા એકઠા થયેલા 7 ઇસમોની પોલીસે કરી ધરપકડ

By

Published : Apr 11, 2020, 12:19 PM IST

સમગ્ર દેશમાં કોરોના મહામારીથી બચવા માટે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા બજારમાં કે રસ્તા પર ન નીકળવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ વચ્ચે દમણમાં નમાઝ પઢવા એકઠા થયેલા 7 ઇસમોની દમણ પોલીસે ધરપકડ કરી છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus, Daman Police
Daman Police

દમણ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી આદેશનું ઉલ્લંઘન કરી નમાઝ પઢવા એકઠા થયેલા 7 ઇસમોને દમણ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

આ અંગે મળતી વિગત મુજબ નાની દમણ દુણેઠામાં ઉત્તમભાઈની ચાલમાં રહેતા 7 જેટલા વ્યક્તિઓએ ઘરની બહાર નીકળી અન્ય જગ્યાએ એક સાથે નમાજ પઢી જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર રાકેશ મીંન્હાસ દ્વારા જારી કરાયેલા દેશમાં લૉકડાઉનનો ભંગ કર્યો છે. દમણ પોલીસ દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસ દ્વારા પકડાયેલા તમામ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે અને પોતાની ઘર બહાર નીકળી અન્ય જગ્યાએ સાથે મળી નમાજ પઢતા હતા તેમ બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details