ગુજરાત

gujarat

દમણના DIGએ લોકડાઉનમાં કરી અપીલ, નિયમોનું પાલન કરો, ઘરે રહો અને સ્વસ્થ રહો

By

Published : Apr 18, 2020, 10:14 AM IST

કોરોનાની મહામારીએ ભારત સહીત સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. દમણમાં પણ લોકડાઉનનો કડકપણે અમલ થઈ રહ્યો છે. ત્યારે જાહેર જનતા માટે દમણના DIG ઋષીપાલ સિંહ દ્વારા લોકોને સ્વસ્થ રહેવા અને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

Daman DIG's request follow the rules
દમણના DIGએ લોકડાઉનમાં કરી અપીલ

દમણ: કોરોનાની મહામારીએ ભારત સહીત સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં કોરોના વાઈરસનાં પ્રવેશને લોક કરવાનો અને કોરોનાની સામે જીતવાનો એક જ ઉપાય છે. લોકોને મળવાનું ટાળીએ અને આપણે ઘરમાં જ રહીએ, તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરીએ તો જ કોરોનાનો ચેપ આગળ વધતો અટકાવી શકીએ, પણ જો તમે તમારી શેરી, ચાલી, પોળ, મહોલ્લો કે સોસાયટીમાં ભેગા થયા અને ટોળે વળ્યાં તો બે જોખમ ઉઠાવો છે. એક તો કોરોનાના ચેપનું અને બીજું કલમ 144 અને 188ના ભંગનું જોખમ. આથી ઘરમાં જ રહી, સુરક્ષિત રહેવાની અપીલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના DIG ઋષિપાલ સિંહે કરી હતી.

DIGએ લોકડાઉનના સમયમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરીને ફરજ બજાવી રહેલા તમામ કર્મીઓ કે જે તમારી સુરક્ષા માટે કાર્ય કરી રહ્યાં છે. તેઓને સહકાર આપો અને જયારે પણ છૂટછાટના સમયમાં ઘરની બહાર નીકળો ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરો.

ઉલ્લેખનીય છે કે, લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે આવશ્યક ચીજવસ્તુઓ લેવા બહાર જવાની છૂટ આપવામાં આવી છે. એ સિવાયના સમયમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકડાઉનનો અમલ કરાવાય રહ્યો છે. દમણમાં હજી સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જે લોકડાઉનના બીજા તબક્કા સુધી તમામ માટે રાહતના સમાચાર છે.

ABOUT THE AUTHOR

...view details