ગુજરાત

gujarat

વાપી નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા AAP નેતા ઈસુદાન ગઢવી, કહ્યું- લોકો કહેશે તો આગામી સમયમા મોટું આંદોલન કરીશું

By

Published : Nov 27, 2021, 1:21 PM IST

AAP પાર્ટીએ સ્થાપના દિવસથી જનમત સરવે અને જનસંપર્ક અભિયાનનો કર્યો પ્રારંભ, રાજ્યભરમાં કરશે સરવે

દેશમાં એક તરફ શુક્રવારે (26 નવેમ્બરે) ભારતીય સંવિધાન દિવસની (Indian Constitution Day 2021) ઉજવણી થઈ હતી. તો બીજી તરફ આ જ દિવસે આમ આદમી પાર્ટીની પણ સ્થાપના (Founding day of AAP) થઈ હતી. ત્યારે પાર્ટીના 10મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આમ આદમી પાર્ટીએ (AAP) જનમત સરવે (Referendum survey) અને જનસંપર્ક અભિયાન (public relations campaign) નામના 2 અભિયાન (aap launch 2 new scheme ) શરૂ કર્યા છે. ત્યારે વાપી નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર (Vapi municipal election campaign) માટે આવેલા આપના નેતા ઈસુદાન ગઢવીએ (AAP Leader Isudan Gadhvi) આ અભિયાન અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરવેમાં જો લોકો કહેશે તો આગામી સમયમાં મોટું આંદોલન (big movement) કરીશું.

  • આમ આદમી પાર્ટીએ 26 નવેમ્બરે ઉજવ્યો સ્થાપના દિવસ
  • આપ પાર્ટીએ રાજ્યમાં 2 અભિયાનની શરૂઆત કરી
  • આપ પાર્ટીએ જનસંપર્ક અને જનમત સરવે અભિયાનનો કર્યો પ્રારંભ

વાપીઃ આમ આદમી પાર્ટીએ (AAP) 26 નવેમ્બરે પોતાની પાર્ટીનો (AAP) 10મો સ્થાપના દિવસ (Founding day of AAP) ઉજવ્યો હતો. તેવામાં આપના નેતા ઈસુદાન ગઢવી (AAP leader Isudan Gadhvi) વાપી નગરપાલિકાની (Vapi municipal election campaign) ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે આપ (AAP) પાર્ટીએ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમાં પાર્ટીએ શરૂ કરેલા જનમત સરવે (Referendum survey) અને જનસંપર્ક અભિયાન (public relations campaign) નામના 2 અભિયાનની શરૂઆત કરી છે. આ અંગે આપના નેતા ઈસુદાન ગઢવીએ (AAP leader Isudan Gadhvi) જણાવ્યું હતું કે, લોકોના સહયોગ બાદ આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. પાર્ટી હંમેશા અન્ય પક્ષો કરતા અલગ મુદ્દા પર વાત કરી શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી માટે અવાજ ઉઠાવતી રહી છે.

આપ પાર્ટીએ રાજ્યમાં 2 અભિયાનની શરૂઆત કરી

આ છે અભિયાનના મુદ્દા

હવે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાર્ટી (AAP) દ્વારા જનમત સરવે (Referendum survey) નામનું અભિયાન (campaign) શરૂ કર્યું છે, જેમાં ખાનગી સ્કૂલ પર લગામ લાગવી જોઈએ?, વીજળીના વધેલા ભાવ ઘટવા જોઈએ?, ખેડૂતોને ખેતપેદાશોના ટેકાના ભાવ મળવા જોઈએ?, શું તમે બેરોજગારીથી પરેશાન છો?, શું સરકારી દવાખાના બનવા જોઈએ? તે પ્રકારના મુદ્દા સાથેના ફોર્મનું આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકરો ગામેગામ અને શહેરે શહેરમાં વિતરણ કરશે. તેમાં જનમતનો (Referendum survey) આધાર લઈ જે મુદ્દા પર લોકોનો સૌથી વધુ પ્રતિસાદ મળ્યો હશે. તે મુદ્દા પર લોકોના સમર્થન સાથે આંદોલન (big movement) કરશે. આ માટે પાર્ટીએ એક મહિનાનો સમય લીધો છે.

જનસંપર્ક અભિયાન હેઠળ 50 લાખ લોકોને પાર્ટી સાથે જોડશે

આ જ રીતે આમ આદમી પાર્ટીએ (AAP) બીજુ અભિયાન જનસંપર્ક અભિયાન (public relations campaign) હાથ ધર્યું છે, જેમાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, રાજ્યના અન્ય લોકોને પાર્ટીમાં જોડવાના છે. આ અભિયાન હેઠળ એક કાર્યકર્તા 100 લોકોને જોડશે. આ બંને અભિયાન ઓનલાઈન (Online) અને ઓફલાઈન (Offline) ચલાવવામાં આવશે. આમાં નાગરિકે જરૂરી વિગતો ભરી મોકલવાનું રહેશે. એક વ્યક્તિએ એવા 100 લોકોને જોડવાના રહેશે અને એ રીતે આગામી મહિનામાં 50 લાખથી વધુ કાર્યકરોને જોડવાનું આમ આદમી પાર્ટીનો (AAP) ઉદ્દેશ છે.

આ પણ વાંચો-AAP Complete 9 Years: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે અભિયાનની શરૂઆત કરી

ભાજપથી પણ સારું સંગઠન રચીશું

જનસંપર્ક અભિયાનમાં (public relations campaign) જોડાયેલા વ્યક્તિ તે બાદ આમ આદમી પાર્ટીનો (AAP) કાર્યકર્તા બનશે. કાર્યકર્તા તરીકે તેને ઓનલાઈન કાર્ડ (Online Card) આપવામાં આવશે, જે મેળવ્યા બાદ તેણે અન્ય 100 લોકોને જોડવાના રહેશે. આમાં સૌથી વધુ લોકોને જોડનારા કાર્યકર્તાને પાર્ટીમાં જ સારો હોદ્દો પણ આપવામાં આવશે. જ્યારે આ અભિયાન અંગે ઈસુદાન ગઢવીએ (AAP Leader Isudan Gadhvi) વધુમાં જણાવ્યું હતું કે, ભાજપથી લોકો ત્રાહિમામ છે. તેમને કશું જ આપ્યું નથી. તેમની પેજ કમિટીની જેમ જ અમે પણ પેજ કમિટી બનાવીશું અને ખૂબ સારું સંગઠન રચીશું અને જો અમારા સરવેમાં લોકો કહેશે તો આગામી સમયમાં મોટું આંદોલન (big movement) કરીશું.

આ પણ વાંચો-ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

મોંઘવારીમાં ઘટાડો કરીશું

આ અભિયાન અંગે ઈસુદાન ગઢવીએ (AAP leader Isudan Gadhvi) વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમે શરૂ કરેલા આ બંને અભિયાન આગામી વિધાનસભાના પ્રચાર-પ્રસાર (Campaign) માટે છે. લોકો આમ આદમી પાર્ટી પર અપેક્ષા રાખે છે. અમે આરોગ્ય, શિક્ષણ, રોજગારી અપાવીશું અને મોંઘવારીમાં લોકોને બનતા મદદરૂપ થવાનો પ્રયાસ કરીશું.

ABOUT THE AUTHOR

...view details