ગુજરાત

gujarat

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

By

Published : Oct 13, 2020, 12:59 PM IST

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં આગામી 8મી નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને કલેક્ટરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પરિષદમાં ચૂંટણી દરમિયાનની કેટલીક મહત્વની વિગતો અંગે કલેક્ટર પોતે જ અજાણ હોવાનું સાબિત થયું હતું.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવમાં આગામી 8મી નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ માટે રવિવારથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આચારસંહિતા અમલી બની છે. તો ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે? ચૂંટણી સભાઓ, મતદાન પ્રક્રિયા કઈ રીતે હાથ ધરાશે? તે અંગેની માહિતી આપવા કલેક્ટરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 8મી નવેમ્બરે મતદાન યોજાનાર છે. આ મતદાન જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને નગરપાલિકાનું છે. જે અંગે ચૂંટણી પંચની જાહેરાત બાદ 11મી ઓક્ટોબરથી આચારસંહિતા અમલી બની છે, તો ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે સંપન્ન કરવામાં આવશે, તે માટે દાદરાનગર હવેલીના કલેક્ટર સંદીપ કુમાર સિંઘે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે આ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા, મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે અંગે પૂરતા પ્રયત્નો કરવા, મતદારોને લાભ લોભ-લાલચ આપવામાં ન આવે તે માટે નજર રાખા જેવી વિગતો આપી હતી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
જોકે તે બાદ પત્રકારો દ્વારા ચૂંટણી ઈ.વી.એમ.થી થશે કે બેલેટ પેપર પર? પાર્ટીના સિમ્બોલ પર થશે કે કેમ? કાયદો-વ્યવસ્થા જાળવવા પાડોશી રાજ્યમાંથી સુરક્ષાબલ બોલાવશે કેમ? જાહેર સભામાં કેટલા લોકોને પ્રવેશ આપશે? કોરોના મહામારીને ધ્યાને રાખી નિયમોમાં કેટલી સખ્તાઈ રહેશે, સવાલોના જવાબમાં કલેક્ટર સંદીપ કુમાર સિંઘે એવું જણાવ્યું હતું કે, તે અંગે કોઈ સૂચના આવી નથી. તેમજ તે અંગે કોઈ વધુ વિગતો નથી. જે આગામી દિવસોમાં આવશે તો તે અંગે માહિતી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયતની 20 સીટ, ગ્રામ પંચાયતની 20 સીટ અને સેલવાસ નગરપાલિકાના 15 વોર્ડની ચૂંટણી 8મી નવેમ્બરે એક જ દિવસે યોજાવાની છે. જે માટે 14મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી નોંધણી કરી શકાશે. જે બાદ 22મીએ ફોર્મ ચકાસણી થશે. 24મીએ ફોર્મ પરત ખેંચી શકશે અને 8મી નવેમ્બરે મતદાન થશે. 12મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. પંચાયતની ચૂંટણી માટે અંદાજિત 1.40 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, તો નગરપાલિકામાં અંદાજિત 90 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ABOUT THE AUTHOR

...view details