ગુજરાત

gujarat

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા ઘોડિયા મતદાન મથકે યોજાયું ફેરમતદાન

By

Published : Mar 1, 2021, 8:56 AM IST

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામે આવેલા મતદાન મથક ઉપર બોગસ મતદાન કરવા તેમજ બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થતાં EVMની તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસ અને જિલ્લા ચૂંટણી વિભાગનાં અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ ચૂંટણી વિભાગ દ્વારા ઘોડિયા મતદાન મથકે 7:00 થી સાંજના 6 કલાક દરમિયાન ફેરમતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બુથ કેપ્ચરિંગનો પ્રયાસ દરમિયાન બે EVMની અને ચૂંટણી સામગ્રીની તોડફોડ કરાઈ
બુથ કેપ્ચરિંગનો પ્રયાસ દરમિયાન બે EVMની અને ચૂંટણી સામગ્રીની તોડફોડ કરાઈ

  • દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા ઘોડિયા મતદાન મથકે યોજાયું ફેરમતદાન
  • ઘોડિયા મતદાન મથકે બપોરે અસામાજિક તત્વો દ્વારા બુથ કેપ્ચરિંગનો કરાયો હતો પ્રયાસ
  • બુથ કેપ્ચરિંગનો પ્રયાસ દરમિયાન બે EVMની અને ચૂંટણી સામગ્રીની તોડફોડ કરાઈ
  • ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડાને બનાવની જાણ થતાં તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા

દાહોદઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન ભૂતકાળમાં ફાયરિંગ બુથ કેપ્ચરિંગનો અને હરીફ ઉમેદવારના અપહરણ જેવી ઘટનાઓ ઝાલોદ તાલુકા વિસ્તારમાં બનેલી હોવાથી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ કરાવ્યું હતું. પરંતુ વગેલા જિલ્લા પંચાયત બેઠકના ઘોડિયા મતદાન મથકે બપોર પછી બોગસ મતદાન કરવાનો પ્રયાસ થતાં રાજકીય પક્ષોના એજન્ટો અને કાર્યકરો વચ્ચે બોલાચાલી સાથે તકરાર થઇ હતી. આ તકરાર દરમિયાન અસામાજિક તત્ત્વોએ બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરી EVMમાં તોડફોડ કરી હતી.

ઘોડિયા મતદાન મથકે બપોરે અસામાજિક તત્વો દ્વારા બુથ કેપ્ચરિંગનો કરાયો હતો પ્રયાસ

શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ

મતદાન મથકમાં બે EVM અને ચૂંટણી સામગ્રીની તોડફોડની ઘટના પગલે જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને બનાવ સંદર્ભે તપાસ કરી હતી. દાહોદ જિલ્લાના અન્ય મુદ્દાઓ પર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયું હતી. જિલ્લામાં ઘોડિયા મતદાન બુથ પર EVM તોડફોડ સિવાય સામાન્ય છમકલા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ ઉમેદવારોનું ભાવિ સીલ કર્યું હતું.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા ઘોડિયા મતદાન મથકે યોજાયું ફેરમતદાન

ABOUT THE AUTHOR

...view details