ગુજરાત

gujarat

ગજાનન આરાધના: દાહોદમાં લોકો ઘરે જ ગણપતિનું વિસર્જન કરશે

By

Published : Sep 1, 2020, 4:42 PM IST

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે જાહેરમાં ધાર્મિક કાર્યક્રમો ઉજવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ લોકોએ ગણપતિની સ્થાપના કરી હતી. દાહોદ જિલ્લા તંત્ર દ્વારા સરઘસ કાઢવા પર મનાઈ છે. સાથે કુદરતી જળસ્રોતોમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. જેથી ગણેશોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણીને શ્રીજી ભગવાન ઘરેથી વિદાય લઇ ઘરના આંગણામાં જ લોકો ગણપતિનું વિસર્જન કરશે.

tomorrow
દાહોદમાં લોકો ઘરે જ ગણપતિનું વિસર્જન કરશે

દાહોદ: કોરોના મહામારીને ધ્યાને રાખીને સરકારે જાહેરમાં ધાર્મિક કાર્યક્રમો ઉજવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેથી લોકોએ પોતાના ઘરમાં ગણપતિની આરાધના કરી હતી. દાહોદ જિલ્લામાં લોકો ઘરના આંગણામાં જ ગણપતિનું વિસર્જન કરશે.

દાહોદમાં લોકો ઘરે જ ગણપતિનું વિસર્જન કરશે

કોરોના મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં ગણેશ ચતુર્થીનો તહેવારે સરકારી ગાઇડલાઇન મુજબ સામાજિક ડિસ્ટન્સ સાથે જાહેર સ્થળોને બદલે ઘરમાં જ ગણપતિજીને મહેમાન બનાવી તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણી રહેલા મોટી સંખ્યામાં શ્રીજી ભગવાનને ચૌદશના દિવસે આનંદ ઉત્સાહથી ગણપતિ વિસર્જન કરતા હોય છે.

દાહોદમાં લોકો ઘરે જ ગણપતિનું વિસર્જન કરશે

કોરોના મહામારી દરમિયાન સરકારે ધાર્મિક ઉત્સવો દરમિયાન રેલી સરઘસ યોજાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ જળાશયોમાં મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દાહોદ કલેકટરે જિલ્લાના કોઈપણ જળાશયમાં મૂર્તિ વિસર્જન નહીં કરવા અને નાગરિકોને ઘરે જ વિસર્જન કરવાની સૂચના આપવામાં આવી છે. દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવમાં દર વર્ષે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે નગરપાલિકાએ છાબ તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેથી લોકોને ગણેશોત્સવના આવતીકાલે શ્રીજી ભગવાનને ઘરમાંથી વિદાય આપી ઘર આંગણે જ વિસર્જન કરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details