ગુજરાત

gujarat

ઝાલોદ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઃ સોનલબેન ડીંડોર બિન હરીફ પ્રમુખ પદ માટે વિજેતા જાહેર

By

Published : Aug 25, 2020, 9:56 AM IST

ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાલિકાના સભાખંડમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે સોનલબેન ડીંડોર બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે કોંગ્રેસ સમર્થિત 12 જેટલા સભ્યોના વોક આઉટ બાદ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

Dahod
ઝાલોદ નગરપાલિકા

દાહોદ: જિલ્લાના ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી જરૂરી હતી, તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ થવું એ જ પ્રશ્ન હતો. આ માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 28 સભ્યોમાંથી 27 સભ્યો હાજર રહ્યાં હતાં. પ્રમુખપદ માટે માત્ર સોનલબેન ડીંડોરનું નામ આવતા તેઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં હતાં.

ઝાલોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ

ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફથી કિરણભાઈ વસૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સભામાં વ્હીપ સંદર્ભે હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના ઉમેદવારે વ્હીપને લઈ વિરોધ ઉઠાવી વોકઆઉટ કર્યો હતો, ત્યારે ભાજપના 8 સભ્યો, અપક્ષ 4 અને 3 કોંગ્રેસના સભ્યોએ અપક્ષ ઉમેદવાર નંદાબેન રાજુભાઈ વાઘેલાને વોટ આપતા વિજય જાહેર થયા હતા.

ઝાલોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર પ્રમુખ બિનહરીફ ચૂંટાઇ આવ્યાં હતાં. જ્યારે ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બાગી સભ્યોએ વોટ ન આપતા અપક્ષ સભ્ય ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવતાં અનેક રાજકીય ચર્ચાઓ ચર્ચામાં રહી હતી.

ઝાલોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ

ABOUT THE AUTHOR

...view details