ગુજરાત

gujarat

દાહોદમાં DDO પણ કોરોના પોઝિટિવ, Dy.DDO સહિત 30 કર્મચારીઓ ક્વોરોન્ટાઇન

By

Published : Jul 9, 2020, 9:51 AM IST

દાહોદ જિલ્લામાં કૂદકેને ભૂસકે કોરોના મહામારીના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી પણ સંક્રમિત થવાના કારણે દાહોદ જિલ્લા પંચાયતમાં હડકંપ મચી ગયો છે. જેથી DDOના સંપર્કમાં આવેલા એક અધિકારી સહિત 30 કર્મચારીઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. જેના કારણે જિલ્લા પંચાયત ભવનમાં જનતાની કામગીરી અટવાઈ પડવાની શક્યતાઓ વધી છે.

DDO
દાહોદ

દાહોદમાં DDO પણ કોરોના પોઝિટિવ

Dy. DDO સહિત 30 કર્મચારી ક્વોરોન્ટાઇના

પંચાયત ભવનમાં જનતાની કામગીરી અટવાઈ

દાહોદ: કોરોના મહામારી અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસો છતાં જિલ્લામાં લોકલ ટ્રાન્જેક્શન શરૂ થવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ પણ કોરોના પોઝિટિવ થવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જિલ્લા પંચાયતના વડા DDO કોરોના પોઝિટિવ

દાહોદ શહેરમાં 80 ટકાથી વધુ કોરોના સંક્રમિતના દર્દીઓ છેલ્લા ત્રણ દિવસમાં જોવા મળી રહ્યાં છે. આ દર્દીઓમાં ડોક્ટર અધિકારીઓ, મીડિયાકર્મી, વેપારીઓ સંક્રમિત બન્યા છે. જેમાં જિલ્લા પંચાયતના વડા DDOને કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પંચાયત ભવનમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના સંપર્કમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને 30 કર્મચારીઓ ડીડીઓના સંપર્કમાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા DDO ઓફિસના કર્મચારીઓ સહિત વિવિધ શાખાના 30 કર્મચારીઓને ક્વોરોન્ટાઇનના આદેશ કરવામાં આવ્યાં છે. જેના કારણે જિલ્લા પંચાયતમાં મીની વેકેશનનો માહોલ સર્જાયો છે અને પંચાયતના મહત્વના કામોમાં વિલંબ થવાની શક્યતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details