ગુજરાત

gujarat

દાહોદમાં બુટલેગરો અને વીજીલન્સ ટીમ વચ્ચે થયું ફાયરીંગ યુદ્ધ

By

Published : Jan 12, 2023, 1:11 PM IST

દાહોદના દેવગઢ બારીયાના પાંચીયાસાળ ગામે વીજિલન્સની ટીમ (Police vigilance team in Dahod) અને બુટલેગરો સામસામે આવ્યા હતા. જેમાં સામસામે 11 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે 23 લોકો (Dahod Police Operation) સામે ગુનો નોંધ્યો છે.

દાહોદમાં બુટલેગરો અને વિજીલન્સ ટીમ વચ્ચે થયું ફાયરીંગ યુદ્ધ
દાહોદમાં બુટલેગરો અને વિજીલન્સ ટીમ વચ્ચે થયું ફાયરીંગ યુદ્ધ

દાહોદમાં બુટલેગરો અને વિજીલન્સ ટીમ વચ્ચે થયું ફાયરીંગ યુદ્ધ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ (Dahod news) તાલુકાના પાંચીયાસાળ ગામે સમયે સ્ટેટ વીજીલન્સીની ટીમને (vigilance team in Dahod) મળેલ બાતમીના આધારે પાંચીયાસળ ગામે નાકાબંધી દરમ્યાન બે ફોર વ્હીલર ગાડીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીમાં સવાર બુટલેગરોએ સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર સાત રાઉન્ડ ફાયરીંગ કરતાં સામા પક્ષેથી સ્ટેટ વીજીલન્સની ટીમે પોતાના સ્વબચાવમાં પણ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ પેપરમીલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ

પોલીસ બુટલેગરો સામસામેઆ ઘર્ષણમાં બુટલેગરોના અન્ય ૨૩ જેટલા સાગરીતોના ટોળાએ પોતાની સાથે બંદુકો તેમજ મારક હથિયારો સાથે ટોળુ ઘસી આવી સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર જીવલેણ હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કર્યા હતો. અને સ્ટેટ વીજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી વાહનો લઈ ફરાર થઈ ગયાં હતાં. ત્યારે મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે કુલ ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને એક મોટરસાઈકલ કબજે કરી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ (Dahod Police) ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

નાકાબંધી કરી ગાંધીનગરની બાતમી પ્રમાણે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ફોર વ્હીલર ગાડી પસાર થઈ રહી હતી. તેમને રોકીને ગાડીમાં સવાર ચાલકોની પુછપરછ કરતા હતાં. અને તેવામાં પોલીસની નજર ગાડીમાં પડતાં ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો જોવા મળતાં પોલીસે ગાડીમાંથી ચાલકોને બહાર નીકળવાનું કહેતાં ગાડીમાં સવાર ચાલક ભીખા ભલજી રાઠવા દ્વારા પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર અચાનક ફાયરીંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે: હવે અંજલિના કાકાએ કરી માગ

પાંચથી છ ફોર વ્હીલરોઅચાનક પાછળથી અન્ય પાંચથી છ ફોર વ્હીલરો આવી પહોંચી હતી. તેમાં 24 જેટલા ઈસમોના ટોળા જેઓની પાસે મારક હથિયારો જેવા કે, બંદુક, ધારીયા, તલવાર, લોખંડની પાઈપો, લાકડીઓ વિગેરે સાથે ટોળુ સ્ટેટ વીજીલન્સની ટીમ તરફ ઘસી આવ્યું હતું. અને અચાનક સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર જીવલેણ, મારી નાંખવાને ઈરાદે હુમલો કરતાં સ્ટેટ વીજીલન્સની ટીમ પોતાના સ્વ બચાવમાં પોતાની પાસે રહેલ સર્વિલ રિવોલ્વરમાંથી પણ ફાયરીંગ કર્યુ હતું.

7 રાઉન્ડ ફાયરીંગપોલીસની પ્રતિક્રિયા જાેઈ ભીખાએ પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી ફરીવાર પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. ભીખાએ પોલીસ પર 7 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસે સ્વ બચાવમાં 4 કાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ત્યારે ઉપરોક્ત ઈસમોના ટોળાએ ભાગતા ભાગતા પોતાની ફોર વ્હીલર ગાડીઓથી સ્ટેટ વીજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી પોલીસને મારી નાંખવાને ઈરાદે હુમલો કરી ભાગી છુટ્યાં હતાં. પોલીસે તાત્કાલિક ધોરણે સ્થાનીક પોલીસથી લઈ જિલ્લા પોલીસને સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે ત્રણ ફોર વ્હીલર ગાડીઓ તેમજ એક મોટરસાઈકલ કબજે કરી હતી.

આ પણ વાંચોઃ ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન

23 ઈસમો વિરૂધ્ધ ફરિયાદસમગ્ર મામલે સ્ટેટ વીજીલન્સ ટીમના પોલીસ ઈસ્પેક્ટર આર.એસ.પટેલ દ્વારા સ્થાનીક પોલીસ મથકે 23 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે સ્થાનીક પોલીસ સહિત જિલ્લાની પોલીસ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમ ઉપર બુટલેગરો દ્વારા હુમલાને પગલે આવનાર દિવસોમાં સ્ટેટ વીજીલન્સ ગાંધીનગરની ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં બુટલેગરો પર લગામ કસી કડક કાર્યવાહી કરશે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.

ભાજપના ખેસ મળ્યાઆર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલાના પોલીસ વાહનને નુકસાન પહોંચ્યુ છે. તેમજ 20થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનુ પોલીસ જણાવી રહી છે. ત્યારે પોલીસે બુટલેગરોની જે ગાડી જપ્ત કરી છે. તેમા ભાજપના ખેસ લગાડેલા મળી આવ્યા છે. ત્યારે પોલીસ પર ધોંસ જમાવવા ભાજપના ખેસ લગાવવામા આવ્યા છે કે, કોઈ અન્ય કારણ છે તે વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

આ પણ વાંચોઃ પોલીસે કરોડોની કિંમતનું હેરોઈન ઝડપ્યું, 2 ડ્રગ સ્મગલરની ધરપકડ

ફરાર થઈ જવામાં સફળઆ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details