ગુજરાત

gujarat

દાદરા નગર હવેલીના સાંસદ JDU સાથે મળી જિલ્લા પંચાયત અને લોકસભામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે

By

Published : Oct 14, 2020, 8:03 AM IST

કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી અને દમણમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીમાં દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવારી કરી સાંસદની સીટ પર વિજયી બનેલા મોહન ડેલકરે આગામી જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં JDU સાથે ગઠબંધન કરી દાદરા નગર હવેલી અને દમણમાં પાર્ટીના સિમ્બોલ પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે.

દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ JDU સાથે મળી જિલ્લા પંચાયત અને લોકસભામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે
દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ JDU સાથે મળી જિલ્લા પંચાયત અને લોકસભામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે

સેલવાસ:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરે જનતા દલ (યુનાઇટેડ)JDU સાથે ગઠબંધન કર્યું છે. આ અંગે JDUના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ મોહન ડેલકરે પ્રદેશ અધ્યક્ષ ધર્મેશ ચૌહાણ સાથે દાદરા નગર હવેલી અને દમણની યોજાનારી જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે.

દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ JDU સાથે મળી જિલ્લા પંચાયત અને લોકસભામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે

આ પ્રસંગે મોહન ડેલકરે જણાવ્યું હતું કે, આ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. JDU સાથે ગઠબંધન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રશાસનની જે મનમાનીને નાબૂદ કરવાની અને લોકતાંત્રિક વ્યવસ્થા મજબૂત કરવાનો છે. જેથી સાંસદ દાદરા નગર હવેલીમાં અને દમણમાં આ તમામ બેઠકો પર ચૂંટણી લડશે.

દાદરા નગર હવેલીના સાંસદ JDU સાથે મળી જિલ્લા પંચાયત અને લોકસભામાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે

મોહન ડેલકરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી હું એકલો પ્રદેશના લોકો માટે અવાજ ઉઠાવતો હતો. હવે JDUના 18 લોકસભાના સભ્યો, 7 રાજ્યસભાના સભ્યો પણ સાથે હશે. માટે JDUના NDA સાથેના ગઠબંધનમાં પ્રદેશ હિતના તમામ લોકઉપયોગી નિર્ણયો લેવામાં સકારાત્મક નિરાકરણ લાવી શકીશું.

ABOUT THE AUTHOR

...view details