ગુજરાત

gujarat

DNH By Election Result 2021: શિવસેનાનાં કલાબેન ડેલકરનો 50,677 મતથી ભવ્ય વિજય

By

Published : Nov 2, 2021, 6:20 PM IST

DNH By Election Result 2021: શિવસેનાનાં કલાબેન ડેલકરનો 50,677 મતથી ભવ્ય વિજય
DNH By Election Result 2021: શિવસેનાનાં કલાબેન ડેલકરનો 50,677 મતથી ભવ્ય વિજય

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli)માં આજે 2જી નવેમ્બરે લોકસભાની પેટા ચૂંટણીની મતગણતરી(Lok Sabha by-elections 2021) હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરી માં શિવસેનાનાં(Shiv Sena candidate) કલાબેન ડેલકરે 1,16,834 મત મેળવ્યાં હતાં. દાદરા નગર હવેલીનાં અત્યાર સુધીનાં ઇતિહાસમાં પહેલીવાર શિવસેનાનાં ઉમેદવારે આટલાં જંગી મતથી વિજય મેળવી ભાજપ-કોંગ્રેસને માત આપી છે.

  • સેલવાસ લોકસભા ચૂંટણીમાં શિવસેનાની જીત
  • શિવસેનાં ઉમેદવાર કલાબેન ડેલકરેની જીત
  • ભાજપનાં ઉમેદવારને જંગી લીડથી આપી માત

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli)માં 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું(Lok Sabha by-election 2021). જે બાદ આજે 2જી નવેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 24 રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડથી જ શિવસેના(Shiv Sena)એ બાજી મારી હતી અને છેલ્લા રાઉન્ડ સુધી સતત લીડથી આગળ વધાતી રહ્યી અને શિવસેનાએ કુલ 50,677 મતથી વિજય મેળવ્યો હતો. શિવસેનાનાં કાર્યકરો અને દિવંગત મોહન ડેલકરનાં સમર્થકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

DNH By Election Result 2021: શિવસેનાનાં કલાબેન ડેલકરનો 50,677 મતથી ભવ્ય વિજય

76.35 ટકા મતદાન નોંધાયું હતું

દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મહેશ ગાવિત, કોંગ્રેસ તરફથી મહેશ ધોડી, શિવસેના તરફથી કલાબેન ડેલકર અને BTP તરફથી ગણેશ ભુજાડા મેદાનમાં ઉતાર્યા હતાં. જેમાં ભાજપ-શિવસેનાનાં ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર હતી. 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલીનાં કુલ 2,58,838 મતદારો પૈકી 1,97,623 મતદારોએ મતદાન કરતા કુલ 76.35 ટકા મતદાન નોંધાયું હતું.

કલાબેનને કુલ મતનાં 60 ટકા મત મળ્યાં

2જી નવેમ્બરે હાથ ધરાયેલ મતગણતરીમાં શિવસેનાનાં ઉમેદવાર કલાબેનને કુલ મતનાં 60 ટકા જેટલા એટલે કે 1,16,834 મત મળતાં 50,677 જેટલા જંગી મતથી વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને 66,157 મત મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર મહેશ ધોડીને 6,060 મત મળ્યા હતા. BTP નાં ઉમેદવાર ગણેશ ભુજાડાને 1,771 મત મળ્યા હતા. જ્યારે BTP નાં અને કોંગ્રેસનાં ઉમેદવારને મળેલા મતની સરખામણીએ NOTA માં 5,505 મત પડ્યાં હતાં.

આ પણ વાંચો :દાદરા નગર હવેલીમાં 18 એકરમાં 50 કરોડના ખર્ચે નિર્માણ થનારી નેતાજી સુભાષચંદ્ર બોઝ લશ્કરી એકેડેમીનો અપાયો વર્ક ઓર્ડર

આ પણ વાંચો : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સાદગીથી ઉજવાયો પ્રદેશનો 68મો મુક્તિ દિવસ

ABOUT THE AUTHOR

...view details