ગુજરાત

gujarat

નદીમાંથી પસાર થતો યુવક અચાનક પૂરની સ્થિતિમાં ફસાયો, એક પથ્થરે બચાવ્યો જીવ

By

Published : Sep 1, 2022, 10:52 PM IST

નદીમાંથી પસાર થતો યુવક અચાનક પૂરની સ્થિતિમાં ફસાયો, એક પથ્થરે બચાવ્યો જીવ
નદીમાંથી પસાર થતો યુવક અચાનક પૂરની સ્થિતિમાં ફસાયો, એક પથ્થરે બચાવ્યો જીવ ()

છોટા ઉદેપુરના નગરમાં રહેતા યુવક પોતાની ભેંસો ચરાવવા નિત્યક્રમ પ્રમાણે વાધસ્થળના જંગલમાં ગયો હતો. જ્યારે આજે આ યુવક નિત્યક્રમ મુજબ તે પરત ફરી રહ્યો હતો. આ સમયે ઓરસંગ નદી પસાર કરતી વેળાએ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવતા યુવક નદીના મધ્યમાં ફસાી ગયો હતો. આ ધટના બાદ રેસ્ક્યું ટીમ ઘટના સ્થળે દોડી આવવતા યુવકેને રેસ્ક્યું કરવામાં આવ્યો હતો. Rescue a person Orsang River in Chhota Udaipur, Orsang River Flooded, Orsang River originates from Madhya Pradesh

છોટા ઉદેપુર ઓરસંગ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી (Orsang River originates from Madhya Pradesh) છોટાઉદેપુર નજીક ગુજરાતમાં પ્રવેશે છે. આ નદીમાં એક યુવક પસાર થઈ રહ્યો હતો. આ યુવક નદીના મધ્યે પહોચતાં અચાનક નદીમાં પૂર (Orsang River Flooded) આવતાં યુવક પોતાનો જીવ બચાવવા નદીમાં આવેલાં પથ્થર પર ચઢી ગયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ (Heavy rain in Chhota Udaipur) પડવાથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. રણજીત રાઠવા નામનો યુવક નદી વચ્ચે ફસાઈ જતા તેને બચાવવા રેસ્ક્યું ટીમ (Rescue team rescue a person from Orsang River) ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ યુવકને નદીમાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.

ઓરસંગ નદી પસાર કરતી વેળાએ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવતા યુવક નદીના મધ્યમાં ફસાી ગયો હતો. આ ધટના બાદ રેસ્ક્યું ટીમ ઘટના સ્થળે દોડી આવવતા યુવકેને રેસ્ક્યું કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઔરંગા નદીમાંથી ફસાયેલા વ્યકિતનું દિલધડક કરાયું રેસ્ક્યું, જૂઓ વીડિયો...

ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈછોટા ઉદેપુરના નગરમાં રહેતા રણજીત રાઠવા નામનો યુવક પોતાની ભેંસો ચરાવવા નિત્યક્રમ મુજબ છોટા ઉદેપુર નગરની સામે આવેલા વાધસ્થળના જંગલમાં જતો હતો. આજે નિત્યક્રમ મુજબ આ યુવક પરત ફરી રહ્યો હતો. ત્યારે ઓરસંગ નદીમાં પસાર થતો હતો અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી.

આ પણ વાંચોહોસ્પિટલમાં પાણી ભરાઇ જતા, પોલીસતંત્ર દ્વારા દર્દીઓનું કરાયું રેસ્ક્યું

ઓરસંગ નદીમાં અચાનક પૂરરણજીત રાઠવા નામનો યુવક નદીની વચ્ચો વચ્ચ પસાર થઈ રહ્યો હતો. એજ વખતે ઓરસંગ નદીમાં અચાનક પૂર આવતાં યુવક નદીમાં આવેલાં પથ્થર પર ચઢી ગયો હતો. આ ધટનાની જાણ લોકોને થતાં નદીની વચ્ચો વચ્ચ ફસાયેલા યુવકને બચાવવાને બોલાવવામાં આવી હતી. રેકસ્યુંની ટીમ સમય પર આવી પહોંચતા રણજીત રાઠવાને પૂરમાંથી હેમખેમ નદીમાંથી બહાર કાઢી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details