ગુજરાત

gujarat

છોટા ઉદેપુરનાં જેતપુરમાં સરપંચ પદની આદિજાતી બેઠક બદલીને સામાન્ય બેઠક કરાતાં આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

By

Published : Oct 27, 2021, 10:59 PM IST

જેતપુર પાવી સરપંચ પદની આદિજાતી બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ થયાં બાદ સામાન્ય બેઠક કરાતાં આમ આદમી પાર્ટી દ્નારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

છોટા ઉદેપુરનાં જેતપુરમાં સરપંચ પદની આદિજાતી બેઠક બદલીને સામાન્ય બેઠક કરાતાં આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
છોટા ઉદેપુરનાં જેતપુરમાં સરપંચ પદની આદિજાતી બેઠક બદલીને સામાન્ય બેઠક કરાતાં આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

  • ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું તા 9/10/2020 નાં રોજ બહાર પાડવામાં આવ્યું હતુ
  • સમાન્ય બેઠક કરાતાં આમ આદમી પાર્ટી દ્નારા કલેકટરને આવેદનપત્ર આપ્યું
  • સરપંચ પદની બેઠક આદિજાતિ સ્ત્રી માટે અનામત હતી

છોટા ઉદેપુર : છોટા ઉદેપુર જીલ્લાનાં જેતપુર પાવી ગામ પંચાયતમાં સરપંચ પદ માટેની અનુસૂચિત આદિ જાતિની મહિલા બેઠક અનામત ફાળવવામાં આવી હતી. ત્યારબાદ બેઠક બદલીને સામાન્ય બેઠક કરી દેવાતાં આમ આદમી પાર્ટી દ્વારા તેના અનુસંધાને આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

છોટા ઉદેપુરનાં જેતપુરમાં સરપંચ પદની આદિજાતી બેઠક બદલીને સામાન્ય બેઠક કરાતાં આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

આમ આદમી પાર્ટીનાં મહિલા મોરચાનાં પ્રમુખે જણાવ્યું હતું કે, જેતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું તા 9/10/2020 નાં રોજ બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં સરપંચ પદની બેઠક આદિજાતિ સ્ત્રી માટે અનામત હતી. ત્યાર બાદ સુધારો કરી ફરી બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં સામાન્ય સ્ત્રીની બેઠક કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેઓની દ્વારા માંગણી કરવામાં આવી છે કે અનુસૂચિત આદિ જાતિની વસ્તીને ધ્યાને રાખી સરપંચ પદ માટે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત સીટ ફાળવવામાં આવે.

આ પણ વાંચો :રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાતા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાશે

આ પણ વાંચો : DNH By-election: BJP-Shivsenaના ચૂંટણી ઢંઢેરોમાં જરૂરી વાયદાઓનો અભાવ

ABOUT THE AUTHOR

...view details