ગુજરાત

gujarat

છોટાઉદેપુર ખાતે 72માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઇ

By

Published : Jan 27, 2021, 8:58 AM IST

છોટાઉદેપુરમાં 72માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે શાહિદવીરોને યાદ કરીને પ્રજાજનોને સંબોધ્યા હતાં.

છોટાઉદેપુર
છોટાઉદેપુર

  • પ્રધાન બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઉજવણી
  • શ્રેઠ કામગીરી કરનારને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
  • કાર્યક્રમ બાદ કરાયું વૃક્ષારોપણ

છોટાઉદેપુર: જિલ્લાનાં વડામથક છોટાઉદેપુરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 72માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે શાહિદવીરોને યાદ કરીને પ્રજાજનોને સંબોધ્યા હતાં અને ભારતની લોકશાહીનાં વિષય ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કરાયું હતું.

સાડા છ કરોડ ગુજરાતીઓ કરશે ભવ્ય ગુજરાતનું નિર્માણ: બચુભાઇ

રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, આઝાદી માટે શહીદ થયેલા શાહિદવીરોને યાદ કરીને તેમણે આઝાદીની ચળવળમાં સ્વાતંત્ર્યંવીરોએ આપેલું યોગદાન અવિસ્મરણીય છે. આઝાદી બાદ વિશ્વની બધાથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશે અપનાવેલી સંસદિય શાસન પ્રણાલી દુનિયામાં સૌથી નિરાળી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારથી જ આપણો દેશ લોકતંત્ર તરીકે જાણીતો થયો છે. તેમણે ગુજરાતનાં મહાત્માગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મરણ કરી દેશની આઝાદીની ચળવળમાં બલિદાન આપનાર શહિદવીરોનાં બલિદાનને યાદ કરી શહીદોનાં સપનાઓને ફળીભૂત કરવા કટિબદ્ધ બનીએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જન જનના સહયોગથી ભવ્ય અને દિવ્ય ગુજરાત નિર્માણનું કાર્ય ગુજરાતે ઉપાડ્યું છે. જેમાં સાડા છ કરોડ ગુજરાતીઓનો મક્કમ પુરુષાર્થ સામેલ છે.

છોટાઉદેપુર
સન્માન સમારોહ અને વૃક્ષારોપણ કરાયું

કાર્યક્રમ દરમ્યાન જિલામાં રમત ગમત, શિક્ષણ,આરીગ્ય તેમજ અન્ય શેત્રમાં શ્રેઠ કામગીરી કરનારનું ટ્રોફી અને સન્માનપત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલિસ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. અંતે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધ્યક્ષ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details