ગુજરાત

gujarat

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે

By

Published : May 14, 2019, 4:12 PM IST

Updated : May 14, 2019, 4:45 PM IST

ગાંઘીનગર: લોકસભાની ચૂંટણીને કારણે રાજ્ય સરકારે લેખાનુદાન અંદાજપત્ર રજુ કર્યુ હતુ. પરંતુ હવે ચૂંટણીની આચારસંહિતા પુર્ણ થતા રાજ્ય સરકાર જુલાઇ માસના પ્રથમ અઠવાડીયામાં બજેટ સત્ર યોજશે. આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા બાકીના 9 મહિના માટેનુ બજેટ રજુ કરવામાં આવશે.

ફાઈલ ફોટો

જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં યોજાનાર વિધાનસભાનું સત્ર 19 થી 23 દિવસનુ રહેશે. જ્યારે અંદાજપત્રની માગણી અને ચર્ચા માટે 12 દિવસ ફાળવવામાં આવશે. વિધાનસભાના સત્રમાં 5 દિવસ સુધારેલા અંદાજપત્ર પર ચર્ચા કરવામાં આવશે. જ્યારે 3 દિવસ સરકારી કામો અને વિધાયકો પસાર કરવામાં આવશે. જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં મળનાર સત્રને કારણે સરકારના વિવિધ વિભાગોમાં ઘમઘમાટ જોવા મળી રહ્યો છે. આ બજેટ સત્રમાં ખેડૂતોના પાક મુદ્દે, પાક વિમા, મહિલાઓના પ્રશ્નો, રોજગારીનો મુદ્દાને મહત્વ આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી હોવાને કારણે ફેબ્રુઆરીમાં 7 દિવસનું જ બજેટ સત્ર મળ્યુ હતુ.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે



19થી 23 દિવસનું રહેશે બજેટ સત્ર


Conclusion:
Last Updated : May 14, 2019, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details