ગુજરાત

gujarat

ગઢડાની બેન્ક ઓફ બરોડાની બહાર જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

By

Published : Nov 26, 2020, 12:26 PM IST

બોટાદ જિલ્લાના ગઢડા શહેરની બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. બેન્ક બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. આવી લાંબી લાઈનો લાગવાથી લોકો કોરોનાથી કેવી રીતે બચી શકે...?

ગઢડાની બેંક ઓફ બરોડાની બહાર જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ગઢડાની બેંક ઓફ બરોડાની બહાર જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

  • બોટાદના લોકો કોરોનાથી નિર્ભિત
  • BOB બહાર લાગી લાંબી કતારો
  • કોરોના ગાઈડ લાઈનના ઉડ્યા ધજાગરા
  • પોલીસ સ્ટેશન સામે જ છે BOB

બોટાદઃ ગઢડાની બેન્ક ઓફ બરોડામાં જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. બેન્ક બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. આવી લાંબી લાઈનો લાગવાથી લોકો કોરોનાથી કેવી રીતે બચી શકે..?

ગઢડા BOBની બહાર લોકોની લાંબી લાઈનો

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ સરકાર દ્વારા અલગ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક ફરજિયાત પહેરવું જેવા સુચનો આપવામાં આવ્યા છે. આવી સાવચેતીઓથી લોકોમાં કોરોના સંક્રમણ ઘટી શકે, પરંતુ બોટાદ જિલ્લાના ગઢડામાં જાણે કોરોનાનો ભય ના હોઈ તેમ બેન્ક બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.

પોલીસ સ્ટેશન સામે જ છે BOB

ગઢડા શહેરના પોલીસ સ્ટેશન સામે આવેલી બેન્ક ઓફ બરોડા બહાર લોકોની લાંબી લાઇન જોવા મળી હતી, તો શહેર પોલીસની સામે પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. અહીં લોકોના જણાવ્યા અનુસાર દરરોજ વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. બેન્ક બહાર લાંબી લાઇન હોવા છતાં શા માટે બેન્ક કર્મચારી દ્વારા ઉકેલ લાવવામાં આવતો નથી.

ABOUT THE AUTHOR

...view details