ગુજરાત

gujarat

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી બોટાદની મૂલાકાત

By

Published : Jul 3, 2021, 10:59 PM IST

નાયબ મુખ્યપ્રધાન
નાયબ મુખ્યપ્રધાન ()

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બોટાદની મૂલાકાત લીધી હતી. અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટેના સ્થળની પણ તેમણે મુલાકાત લીધી હતી. ઓલમ્પિકમાં રાજ્યની 6 દીકરીઓનું સિલેક્શન થતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

  • જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટેના સ્થળ ની કરી મુલાકાત
  • ઓલમ્પિકમાં રાજ્યની 6 દીકરી ઓનું સિલેક્શન થતા આપ્યા અભિનંદન
  • હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બોટાદમાં બનાવમાં આવશે

બોટાદ: ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોટાદના પ્રવાસે આવ્યા હતા. સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી બોટાદ નગરપાલિકા ખાતેના ટાઉન હોલમાં બોટાદ જિલ્લા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લાની જરૂરિયાત મુજબના કામોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ માટેની જગ્યાના નિરીક્ષણ સાથે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા કરી વહેલા સર હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ બોટાદ જિલ્લામાં બનાવવામાં આવશે અને આરોગ્યને લઈ જિલ્લાના લોકોને રાહત મળશે તેવી માહિતી આપી હતી.

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે

ઓલમ્પિક માટે શુભેચ્છા પાઠવી

ટોક્યો ખાતે આગામી સમયમાં યોજાનારા ઓલમ્પિકમાં ગુજરાત રાજ્યમાંથી 6 દીકરીઓના સિલેક્શન બદ્દલ તમામને અભિનંદન આપ્યા અને માત્ર સિલેક્શન નહિ પણ હવે ગુજરાત ઓલમ્પિકમાં મેડલ પણ મેળવે છે તેવી શુભેચ્છા પાઠવી હતી. તમામ કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્ય અને ઉર્જાપ્રધાન સૌરભ પટેલ ,પૂર્વપ્રધાન અને ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર સહિત કલેકટર, એસ.પી.તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details