ગુજરાત

gujarat

કોરોના વાઈરસ: બોટાદનો વિદ્યાર્થી ચીનમાં ફસાયો

By

Published : Jan 28, 2020, 11:56 PM IST

ચીનમાં કોરોના વાઈરસના કેરથી બોટાદનો વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયો છે. ચીનમાં અભ્યાસ કરવા ગયેલો બોટાદનો વિદ્યાર્થી ચીનમાં ફસાયો છે. જેથી તેની માતાએ ભારત સરકારને વિદ્યાર્થીને પરત લાવવા માટે કાર્યવાહી કરવા અપીલ કરી છે.

ETV BHARAT
બોટાદનો વિદ્યાર્થી ચીનમાં ફસાયો

બોટાદ: જિલ્લાનો વિદ્યાર્થી સમીર ગુલામ બાવળીયા ચાઇનામાં આવેલા વુહાનના સિયાંનીગમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલમાં ચીનમાં કોરોના વાઇરસનો ફેલાવો થવાના કારણે તે ચીનમાં ફસાયો છે. વિદ્યાર્થી ભારત પરત આવવા માગે છે, પરંતુ હાલમાં બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતી ન હોવાથી તે ચીનમાં ફસાયો છે.

બોટાદનો વિદ્યાર્થી ચીનમાં ફસાયો

સમીર બાવળીયાના પરિવારને સમીરની ચિંતા સતાવે છે. જેથી તેમણે સમીરને પરત લાવવા માટે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાંથી 30 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જેમાં અમદાવાદ, કચ્છ, તેમજ બોટાદનો એક વિદ્યાર્થી એમ ગુજરાતના કુલ 3 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે.

Intro:ચીન માં કોરોના વાયરસના કેરથી બોટાદ નો વિદ્યાર્થી પરેશાન.Body:વિદ્યાર્થી તથા તેની માતાની ભારત સરકારને વિદ્યાર્થીને પરત લાવવા માટે કાર્યવાહી કરવા અપીલConclusion:બોટાદ નો વિદ્યાર્થી સમીર ગુલામ ભાઈ બાવળીયા જે મુમતાજ બેન ગુલામ ભાઈ બાવળીયા નો એકનો એક પુત્ર છે જે હાલમાં ચાઇના માં આવેલ વુહાન ના સિયાંનીગ માં એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલમાં ચીનમાં કોરોના વાઇરસનો ફેલાવો થયેલ છે જેના કારણે સ્કૂલ-કોલેજો બંધ છે અને ક્યાંય બહાર નીકળવાની શખ્ત મનાઈ છે જેના કારણે આ વિદ્યાર્થી ભારત પરત આવવા માંગે છે પરંતુ હાલમાં બહાર નીકળી શકાય તેમ નથી જેથી ત્યાં વિદ્યાર્થી ખૂબ મુંઝાઈ ગયેલ છે જ્યારે અહીં સમીર બાવળીયા ની માતા તથા તેનો પરિવાર પણ ખૂબ ચિંતામાં મુકાઈ ગયેલ છે અહીંથી ચીન જઈ શકાય તેમ નથી અને ત્યાંથી વિદ્યાર્થી ભારત પરત આવી શકે તેમ નથી આવા સંજોગોમાં વિદ્યાર્થી સમીર બાવળીયા તેમજ તેની માતા મુમતાજ બેન ગુલામ ભાઈ બાવળીયા એ તેમના પુત્ર સમીર બાવળિયાને ભારત પરત લાવવા માટે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને વિનંતી કરેલ છે કે તેમના પુત્ર સમીર બાવળિયાને ભારત પરત લાવવા માટે કોઇ કાર્યવાહી કરે.
હાલમાં ચીનમાં ભારતમાંથી ૩૦ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના અમદાવાદ, કચ્છ, તેમજ બોટાદ નો એક વિદ્યાર્થી એમ ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ ચીનમા અભ્યાસ કરે છે તેઓને પણ હેમખેમ ભારત પરત લાવવા ભારત સરકારને અપીલ કરેલ છે.

બાઈટ :૧ સમીર બાવળીયા
વિદ્યાર્થી
૨ મુમતાજબેન ગુલામભાઈ બાવળીયા
વિદ્યાર્થી ની માતા

એક્સક્લુઝિવ સ્ટોરી છે

ABOUT THE AUTHOR

...view details