ગુજરાત

gujarat

બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીએ બાયોડિઝલના જથ્થા પર કરી રેડ

By

Published : May 21, 2021, 1:39 PM IST

બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા પર રેડ કરી હતી. આશરે 18 હજાર લીટર 13 લાખનું બાયોડિઝલ જપ્ત કર્યું હતું. બાયોડિઝલ ભેળસેળ યુક્ત હોવાની શંકાના આધારે સેમ્પલ લીધા હતા. લેબોરેટરીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

13 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
13 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

  • 13 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
  • બાયોડિઝલ અલગ-અલગ જગ્યાએ રાખ્યો હતો
  • બાયોડિઝલ ભેળસેળ યુક્ત હોવાની શંકાના આધારે લીધા સેમ્પલ

બોટાદ: જિલ્લામાં ગેરકાયદેસર બાયોડિઝલ વેચાતું હોવાની વારંવાર મળતી ફરિયાદના આધારે અને ચોક્કસ બાતમીના આધારે આજે રાત્રિના સમયે બોટાદ તાલુકાના સમઢીયાળા રોડ પર બાયોડિઝલનો અલગ-અલગ જગ્યા પર રાખેલા જથ્થા પર બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા રેડ કરતા અલગ-અલગ માલિકીના બાયોડિઝલ ભરેલા ટેન્ક જપ્ત કર્યા હતા.

બાયોડિઝલ ભેળસેળ યુક્ત હોવાની શંકાના આધારે લીધા સેમ્પલ

આ પણ વાંચો:વડોદરામાં રાજ્યના પોલીસ વડાની હાજરી વચ્ચે સ્ટેટ વિજિલન્સ અને ક્રાઈમ બ્રાન્ચેએ રેડ પાડી 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો

બાયોડિઝલ ભેળ સેળ યુક્ત હોવાથી સેમ્પલ લેવામાં આવ્યા

જેમાં એક ટેન્કમાં 12,500 લીટરનો આશરે 9 લાખનો મુદ્દામાલ તો અન્ય ટેન્કમાં 5,500 લીટરનો 4 લાખનો મુદ્દામાલ મળી કુલ આશરે 18 હજાર લીટર 13 લાખનો મુદ્દામાલ પુરવઠા અધિકારીએ જપ્ત કર્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલ ભેળ સેળ યુક્ત હોવાથી જેના સેમ્પલ પણ લેવામાં આવ્યા અને આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા બાદ મળેલા રિપોર્ટના આધારે નિયમાનુસાર કામગીરી કરવામાં આવશે. તેવું જિલ્લા પુરવઠા અધિકારીએ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: અરવલ્લી પોલીસે 6 સ્થળોએ રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી

ABOUT THE AUTHOR

...view details