ગુજરાત

gujarat

ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની વિજયયાત્રા

By

Published : Nov 11, 2020, 11:52 AM IST

રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે મતગણતરી યોજાઈ હતી. જેમાં ગઢડા 106 વિધાનસભા બેઠકની મતગણતરી દાદા ખાચર કોલેજ ખાતે સવારે આઠ કલાકે શરુ થઇ હતી. શરૂઆતના રાઉન્ડથી જ ભાજપ આગળ ચાલી રહી હતી. ત્યારે અંતે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જંગી બહુમતીથી જીત થતાં ગઢડામાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

Botad News
ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની વિજયયાત્રા

  • ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જંગી બહુમતીથી વિજય
  • ઐતિહાસિક 23295 ની જંગી લીડથી જીત મેળવી આત્મારામ પરમારે મતદારોનો માન્યો આભાર
  • ભારતીબેન શિયાળ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ જીતની આપી શુભેચ્છા
  • જીત બાદ ગઢડામાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યું

બોટાદઃ રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે મતગણતરી યોજાઈ હતી. જેમાં ગઢડા 106 વિધાનસભા બેઠકની મતગણતરી દાદા ખાચર કોલેજ ખાતે સવારે આઠ કલાકે શરુ થઇ હતી. જેમાં કુલ ત્રણ રૂમોમાં 15 ટેબલો ઉપર 28 રાઉન્ડમાં ગણતરી યોજાઈ હતી. સૌ પ્રથમ બેલેટ પેપરથી ગણતરી શરું કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઈવીએમની ગણતરી શરું કરાઈ હતી.

ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની વિજયયાત્રા

ભાજપના આત્મારામ પરમારનો ભવ્ય વિજય

મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર આગળ જોવા મળ્યા હતા અને સતત લીડ મેળવી હતી. આખરે 23295 ની જંગી બહુમતીથી આત્મારામ પરમાર વિજયી થયા હતા અને આત્મારામ પરમારની દિવાળી ફળી હતી. જ્યાં કુલ 28 રાઉન્ડ દરમિયાન યોજાયેલી મતગણતરીમાં તમામ રાઉન્ડમાં આત્મારામ પરમાર લીડ મેળવી હતી. જેમાં અત્યાર સુધીમાં ક્યારે પણ ભાજપે લીડ ન મળેવી હોય તેવી લીડ ગઢડા શહેરમાંથી મેળવી હતી.

ગઢડામાં વિજય સરઘસ નીકળ્યું

જ્યારે ભાજપના ઉમેદવારની જીત થતાં ગઢડામાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ આત્મારામ પરમારને સાફો બાંધી અને જીતના આશીર્વાદ આપ્યા હતા.

ભારતીબેન શિયાળ સહિત કાર્યકર્તાઓએ પાઠવી શુભેચ્છા

ભાજપની જીત થતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ગઢડા બેઠકના ઇન્ચાર્જ ગોરધન ઝડફિયા શુભેચ્છાઓ આપવા ગઢડા આવી પહોંચ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. જ્યાં ભારતીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગઢડા વિધાનસભા 106 સહિત રાજ્યની તમામ 8 બેઠકો પર પહેલીથી જ અમારી જીત નનિશ્ચિત હતી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી. જીતનું મુખ્ય કારણ ગુજરાતનો વિકાસ અને વિકાસને લોકો ઓળખી ગયા છે તેમ જણાવ્યું હતું. જ્યારે ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, આ જીત ગઢડાની અને મતદારોની જીત છે અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામગીરીના આ મધ્યસત્રની ચૂંટણીનું પરિણામ છે.

ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારની જીત થતાં તેમને જણાવ્યું કે, જીતનો હંમેશા આનંદ હોય છે અને જીતનો શ્રેય મતદારોને જાય છે. મતદારોને તેના ઉમેદવારની પસંદગી કરવાની તક ભારતીય જનતા પાર્ટીએ આપી છે અને સરાકરનો હું આભાર માનું છું.

ABOUT THE AUTHOR

...view details