ગુજરાત

gujarat

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સિહોર તાલુકાના નેસડા ગામે બે ફરિયાદ નોંધાઈ

By

Published : Feb 3, 2021, 6:22 PM IST

ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ એક સાથે ત્રણ ફરિયાદો નોધવામાં આવી હતી. ત્યાં વધુ એક કિસ્સામાં ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકતા આ કાયદા હેઠળ સિહોર તાલુકાના નેસડા ખાતે તંત્ર દ્વારા વધુ બે ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ એકટ
લેન્ડ ગ્રેબિંગ એકટ

  • સિહોર ખાતે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ 2 ફરિયાદ
  • ગેરકાયદેસર જમીન કબ્જે કરી રૂપિયા 24 લાખની જમીન પચાવી પાડી
  • અરજદારની ખેતીની જમીનમાં ગેરકાયદે પ્રવેશ, કબ્જો તથા બાંધકામ કરવા તંત્ર દ્વારા કાર્યવાહી

ભાવનગર : તાજેતરમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ એક સાથે ત્રણ ફરીયાદો નોધવામાં આવી હતી. ત્યાં વધુ એક કિસ્સામાં ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકતા આ કાયદા હેઠળ સિહોર તાલુકાના નેસડા ખાતે તંત્ર દ્વારા વધુ બે ફરીયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ 2 ફરિયાદ નોંધાઈ

જેમાં બંને ફરિયાદો સિહોર તાલુકાના નેસડા ખાતેની સર્વે નંબર 193 પૈકીની 2 તથા સર્વે નંબર 191 પૈકીની 1 એમ મળી કુલ 48,866 ચો.મી. જમીન પર નરેશભાઇ ધીરૂભાઈ ડાંગર, હરેશભાઈ ધીરૂભાઈ ડાંગર તથા મહેશભાઇ ધીરૂભાઈ ડાંગર દ્વારા અરજદાર સંજયભાઈ હકાભાઈ હુંબલ તથા વિજયભાઇ હકાભાઈ હુંબલની ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કબ્જો કર્યો હતો. જમીનમાં ઈટની ભઠ્ઠી તથા પાકી ઓરડીઓ બનાવી કિંમત રૂપિયા 24 લાખની જમીન પચાવી પાડી હતી. જે અન્વયે અરજદાર દ્વારા વિગતે અરજી મળતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બનેલી લેન્ડ ગ્રેબિંગ એકટ સમિતિ દ્વારા ગત 31 જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં ઉપરોક્ત બંને અરજીઓ પર ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ABOUT THE AUTHOR

...view details